Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

પોરબંદરમાં ચોમાસા ટાણે વીજ ધાંધિયા

કોંગ્રેસ દ્વારા ઉર્જા મંત્રીને આવેદન : વીજ ફરિયાદો દૂર કરવા પુરતો વીજ સ્‍ટાફ નથી

પોરબંદર , તા. ૬૦ : ભર ચોમાસે વીજ ધાંધીયા વકર્યા છે અને વીજ પ્રશ્નનું સમયસર નિરાકરણ થતું નહીં હોવાની પણ વધી ફરિયાદઃ કોગ્રેસ દ્વારા ઉર્જામંત્રીને પાઠવાયું આવેદન કોંગ્રેસ દ્વારા ઉચ્‍ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

કોંગ્રેસના આગેવાન રામદેવભાઇ મોઢવાડીયાએ રજૂઆતમાં જણાવ્‍યું છે કે પી.જી.વી.સી.એલ.માં જરૂરી સામાનના અભાવે પોરબંદર જિલ્લાના લોકો રામભરોસે છે તો બીજી બાજુ સ્‍ટાફના અભાવે વીજ ધાંધિયા વકર્યા છે. પી.જી.વી.સી.એલ. ખાતે ૫૦ વર્ષ જુના કર્મચારી સેટઅપને લીધે સમયસર ફોલ્‍ટ રીપેર થતાં નથી. કર્મચારીઓના અભાવે સમારકામ થઇ શકતું નથી.

હાલ ચોમાસાની સીઝન ચાલુ હોય પોરબંદર શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારને વીજ પુરવઠો પૂરો પાડતી પヘમિ ગુજરાત વીજ કંપનીની ગંભીર બેદરકારીના કારણે જરૂરી માલસામાનની ખૂબ અછત સર્જાય છે. જેને કારણે ગંભીર વીજ અકસ્‍માતનો ભય માનવ જિંદગી ઉપર તોળાય રહ્યો છે. ઉપરાંત સમયસર વીજ સામાન મળતા ન હોવાને કારણે અવારનવાર વીજ પૂરવઠો ખોરવાય જતા લોકોને મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ટી.સી. કે એલ.ટી. લાઇનના વાયરો સમયસર બદલાતા ન હોય ખેડુતોના કૂવાઓ અને વોકળા તળાવોમાં પાણી હોવા છતાં ખેડૂતો વીજ પૂરવઠાના અભાવે ખેતીમાં પિયત કરી શકતા નથી. વખતોવખત

પヘમિ ગુજરાત વીજ કંપનીના ઉચ્‍ચ અધિકારીઓને આ અંગે રજૂઆત કરી હોવા છતાં વીજ પ્રશ્‍નોનું

નિરાકરણ આવતું નહીં હોવાથી ધરતી પુત્રો મુશ્‍કેલીમાં મુકાયા છે તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(1:16 pm IST)