Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

અમરેલીમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન

અમરેલી,તા. ૬: અમરેલી ખાતે કોલેજ સર્કલ ઉપર તેમજ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે અમરેલી બી.જે.પી. બક્ષીપંચ મોરચા દ્વારા સદસ્ય નોંધણી અભિયાન ની શરૃઆત ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉધ્યભાઈ કાનગડે ના હસ્તે કરવામાં આવી હતી.તેમની સાથે બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ જે.કે. ચાવડા તેમજ જીલ્લા ભાજપના પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા તેમજ પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી મયુરભાઈ માંજરીયા તેમજ અમરેલી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રભારી ગૌતમભાઈ ચૌહાણ, અમરેલી જીલ્લા ભાજપના મંત્રી શ્રી જયેશભાઈ ટાંક તેમજ નાથભાઈ ધાધલ મહામંત્રી તેમજ ટોમભાઈ અગ્રાવત તેમજ પિટુભાઇ ગરાણીયા તેમજ સોસીયલ મીડીયાના મનિષભાઈ અગ્રાવત તેમજ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજભાઈ ભતેયા તેમજ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી સુરેશભાઈ ગમારા તેમજ સંજયભાઈ ધાખડા, શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના કીશોરભાઈ આજગીયા તેમજ જીલ્લા ઉપાધ્યક્ષ ઘમભાઈ ગૌસ્વામી તેમજ ધમેન્દ્રભાઈ ચૌહાણ તેમજ જીલ્લા ભરમાંથી આવેલ બક્ષીપંચ મોરચાના હોદેદારો જોડાયા હતા

આ કાર્યક્રમ બાદ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક પેસ કીરનું આયોજન પણ ઠરવામાં આવ્યું હતું તેમાં મીડીયા સાથે વાત કરતાં ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉધયભાઈ કાનગડે જણાવેલ કે, વિશ્વમાં સૌથી વધારે સંખ્યા ધરાવતો એકમાત્ર પક્ષ ભારતીય જનતા પાર્ટી સમ્રગ દેશ અને રાજયમા સદસ્યતા નોંધણી અભીયાન ચલાવી રહયા છીએ ત્યારે અમરેલી જીલ્લામાં તમામ મંડળો દ્વારા વધુમાં વધુ સભ્ય નોંધાય એવા સૌ પ્રયાસ કરે આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપમુખ જે.કે. ચાવડાએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે આ બેઠકનો એક માત્ર ઉદેશ વધુમા વધુ સભ્યોની નોંધણી કરવી તેમજ એક સભ્ય ૫૦ સભ્ય આજના દિવસે બનાવાનો સંકલ્પ કરે અને ભાજપ સરકારની યોજનાઓ ઘર ઘર સુધી આપણે પહોચાડવાનો પ્રયત્ન કરીશું જયારે જીલ્લા છે. ભાજપના પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે તાલુકા વાઈઝ આપડી ટીમો કામે લાગી વધુમા વધુ સભ્યોની નોંધણી કરે આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ,કક્કીયા સમાજ સાથે સમાજ,તેમજ રામાનંદી સમાજ અને ઋષિ સમાજ તેમજ કોળી સમાજ,ભરવાડ સમાજ દ્વારા પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉધ્યભાઈ કાનગડે તેમજ ઉપાધ્યક્ષ જે.કે. ચાવડા તેમજ અમરેલી જીલ્લા ભાજપ વેકરીયા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હોદેદારો હાજરી આપી હતી અને રાષ્ટગાન કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જીલ્લાભરના બક્ષીપંચના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી તેમ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મીડીયા કન્વીનર હરેશ બી. ટાંકની એક અખબારી યાદીમાં જણાવામાં આવ્યા.

(1:17 pm IST)