Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

જૂનાગઢમાં ભાવનાબેન ચીખલીયાની પુણ્‍યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્‍પ

જૂનાગઢ : ભાવનાબેન ચીખલીયા ફાઉન્‍ડેશનના નેજા હેઠળ ભાવનાબેન ચીખલીયાની નવમી પૂણ્‍યતિથિ તેમજ ચેતનભાઈ મોહનભાઈ જાદવની  ચોથી પૂણ્‍યતિથિ નિમિતે  ભાવનાબેન ચીખલીયા ફાઉન્‍ડેશન સંચાલિત ત્રીમુર્તી મલ્‍ટીસ્‍પેશિયાલિટી હોસ્‍પિટલ દ્વારા નિઃશુલ્‍ક કેમ્‍પનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમના અધ્‍યક્ષ સ્‍થાને  સહકારી અગ્રણી ડોલરભાઈ કોટેચા , મેયર ગીતાબેન પરમાર, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન  હરેશભાઈ પરસાણા , પૂર્વ મેયર આધ્‍યાશક્‍તિ મજમુદાર , ગોપાલભાઈ રાખોલિયા , પલ્‍વિબેન ઠાકર , રસિલાબેન,  ધંધૂસરના સરપંચ અરજણભાઈ દેવરાનિયા, જાફરભાઈ ડફેર સહિતના લોકોએ દીપપ્રાગટય કરી કેમ્‍પને ખુલ્લો મૂકયો હતો. કેમ્‍પ માં ડો. ડી  પી ચીખલીયા સાહેબ, ડો. શૈલેષ જાદવ, ડો. નિરૂ બેન પટોલિયા, ડો. પ્રતીક ટાંક, ડો. તન્‍વી કાચા, ડો. રમ્‍યતા  દયાતર રણછોડદાસ ટ્રસ્‍ટ રાજકોટ, ડો. આનંદ પ્રકાશ, ડો. કલ્‍પેશ બજાણીયા સહિતના ડોકટરોએ સેવા પૂરી પાડી હતી. જેમાં ૨૦૦થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં ગરીબી રેખા હેઠળ આવતા લોકોને અનાજ કીટ અપાઇ હતી. જેમાં  ફાઉન્‍ડેશનના મેમ્‍બર અમુ ભાઈ પોકીયા ,  જનકભાઈ તીલાવત , નયનભાઈ પટેલ, કેવલ પોકીયા સહિતના મેમ્‍બરો હાજર રહ્યા હતા. કેમ્‍પ સફળ બનાવવા ભાવનાબેન ચીખલીયા ફાઉન્‍ડેશનના મેનેજિંગ ડાઇરેક્‍ટર ડો. દેવરાજ પી. ચીખલીયાના માર્ગદર્શન હેઠળ હોસ્‍પિટલના એચ. આર. આદિત્‍ય મહેતા, પી .આર .ઓ . મનિષાબેન કોયાણીએ જહેમત ઉઠાવી હતી.

(1:21 pm IST)