Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

માળીયાહાટીનામાં વરસાદની જમાવટઃ સંભરવડીની ધૂમ ઘરાકી

(મહેશ કાનાબાર દ્વારા), માળીયાહાટીનાઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની  સીઝનમાં માળિયાહાટીના સંભરવડીની ઘરાકી જોરદાર જોવા મળે છે. જોરદાર વરસાદથી ફરસાણના દુકાનદારને ત્‍યાં સંભરવડી બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. આ સંભરવડી ફકત માળિયાહાટીનામાં જ બને છે બીજા કોઈ ગામમાં બનતી નથી.

 ડુંગળી, લસણ, બદિયા, તીખા, તજ, મરી, ગરમ મસાલો સહિત અનેક જાતના મસાલાથી ભરપૂર આ સંભરવડી બને છે. સંભરવડી ખાવાના શોખીનો આજુબાજુના શહેરો ગામડાઓમાંથી પણ અહીં આવતા હોય છે.

(1:22 pm IST)