Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

પોરબંદરમાં બીલ વિનાના ર૪ મોબાઇલો સાથે યુવાનને ઝડપી લેતી એસઓજી

પોરબંદર તા. ૬ : બીલ વગરના કુલ ર૪ મોબાઇલ જેની કિ. રૂા.૧,ર૮,પ૦૦ના મુદામાલ સાથે રાણાવાવના રાજેશ જેઠાલાલ ચાંદવાણી (ઉ.વ.૩૭)ને એસઓજીએ પકડીને પુછપરછ કરેલ.

જુનાગઢ રેન્‍જના નાયબ પોલીસ નિરીક્ષક મનીન્‍દર પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિ મોહન સૈની પોરબંદર જિલ્લામાં આંતરીક સુરક્ષાને ધ્‍યાને લઇ બીલ વગરના મોબાઇલ લે-વેચ કરતા મોબાઇલની દુકાન ધારકો ચેક કરવા અંગેની પોલીસ ઇન્‍સપેકટર શ્રી કે.આઇ.જાડેજા તથા પો. સબ. ઇન્‍સ. એચ.સી.ગોહિલનાઓને સુચના આપવામાં આવેલ જે સુચના આધારે એસઓજી સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. દરમિયાન પો. હેડ કોન્‍સ. મોહીત રાજેશભાઇ તથા પો. કોન્‍સ. સંજયભાઇ કરશનભાઇનાઓને હકિત મળેલ કે રાણાવાવ જુના બસ સ્‍ટેન્‍ડ પાસે  જે કે મોબાઇલ નામની દુકાન ધારક રાજેશ જેઠાલાલ ચાંદવાણી ઉ.વ.૩૭ રહે. રાણાવાવ બસ સ્‍ટેન્‍ડ પાછળ વાળાની દુકાનમાંથી બીલ કે આધાર વગરના અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-ર૪ જેની કિંમત રૂા.૧,ર૮,પ૦૦ સાથે મળી આવેલ.

તેમની પાસે મોબાઇલ ફોન નંગ ર૪ ના કોઇ બીલ કે આધાર પુરાવા ન હોય જેથી સદરહુ મોબાઇલ ચોરી અથવા છળકપટથી મેળવેલ હોય જેથી સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ મજકુરને અટક કરી સદરહુ મોબાઇલ ફોન ર૪ કિ. રૂા.૧,ર૮,પ૦૦ની ગુણી સી.આર.પી.સી. કલમ ૧૦ર, મુજબ કબજે કરી આગળની  કાર્યવાહી માટે રાણાવાવ પોલીસ સ્‍ટેશનમાં સોંપવામાં આવેલ છે.

આ કામગીરીમાં પી.આઇ.  જાડેજા પી.એસ.આઇ.  એચ.સી.ગોહિલ તથા એએસઆઇ ગોરાણીયા, મહેબુબ ખાન બેલીમ, તથા પો. હેડ કોન્‍સ. સરમણભાઇ સવદાસભાઇ, રવિભાઇ ચાંઉ, હરદાસભાઇ ગરચર, મોહિતભાઇ ગોરાણીયા તથા પોલીસ કોન્‍સ. વિપુલભાઇ બોરીચા, સમીરભાઇ જુણેજા, સંજયભાઇ ચૌહાણ, ડ્રા. પો. હેડ કોન્‍સ. ગીરીશભાઇ વાજા રોકાયેલ હતા.

(1:25 pm IST)