Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

આંબરડી ગામે બેકાર યુવાને ફાંસો ખાધો

અમરેલી,તા.૬ : ધારી તાલુકાના આંબરડી ગામે રહેતા પ્રકાશભાઇ મનુભાઇ ચાવડા ઉ.વ.૧૯ છેલ્લા એક વર્ષથી કોઇ કામ ધંધો કરતો ન હોય રાજકોટ અને આંબરડીમાં કોઇ જગ્યાએ મન લાગતુ ન હોવા થી જીંદગીથી કંટાળી પંખાના હુંક સાથે ઇસ્ત્રીનો વાયર બાંઘી ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજયાનું પિતા મનુભાઇ ચાવડાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

પગ લપસી જતા મોત

રાજુલા તાલુકાના ચાંચ ગામે રહેતા બાબુભાઇ બાવભાઇ ચોૈહાણ ઉ.વ.૪૫ પોતાના ઘરે ઓસરીમાં પગ લપસી જતા પડી જવાથી માથામાં ગંભીર ઇજા થતા ભાવનગર ખાનગી દવાખાને ખસેડવામાં આવતા મોત નિપજયાનું પુત્ર વીજયભાઇચોૈહાણે મરીન પીપાવાવ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

સગીરાને ભગાડી

જાફરાબાદ તાલુકાના ભાડા ગામે સગીરાને તેના જ ગામના નિશાંત ઉર્ફે નરેન્દ્ર લક્ષ્મણભાઇ ડાભી લલચાવી ફોસલાવી ભગાડી ગયાની સગીરાની માતાએ નાગેશ્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

દરેડની યુવતિેને ત્રાસ

ગામની ગઢડા તાલુકાના ખોપાળા ગામે પરણાવેલ જાગૃતીબેન તુલસીભાઇ પરમાર ઉ.વ.૨૧ ને લગ્ન બાદ પતી તુલસી દુદાભાઇ પરમારે ખોટી શંકાઓ કરી ગાળો બોલી ઢસડી માર મારી સસરા દુદા કરશનભાઇ, સાસુ જયાબેન, જેઠ પ્રવીણ દુદાભાઇ, જેઠાણી શાંન્તુબેન, જેઠ ઉમેશ દુદાભાઇ પરમારે પતીને ઉશ્કેરણી કરી માનસીક ત્રાસ આપ્યાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંઘાવી છે.

જાફરાબાદમાં જુગાર

જાફરાબાદ કોળી વાડ પાસે જુગાર રમતા મહેશ વાઘજીભાઇ શિયાળને પો.કોન્સ.જયદીપસિંહ ચુડાસમાએ રોકડ રૃા.૪૮૯૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો જયારે રેઇડ દરમિયાન છ શખ્સો નાસી છુટયા હતા.

ભુરખીયામાં ઝઘડો

લાઠી તાલુકાના ભુરખીયા ગામે ઘર પાસે બજારમાં વરસાદી પાણીના નિકાલ પ્રશ્ને બે જુથ વચ્ચે પાવડા, લાકડી અને ઢીકાપાટુ વડે માર મારી ધમકી આપી બાઇકને નુકસાન કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.એક પક્ષે દેવજીભાઇ રણછોડભાઇ ખેર ઉ.વ.૬૦ ના પત્ની ડેલા બહાર વરસાદી પાણી ભરાતા ટાંચ નાખી પુરાણ કરતા નિકુલ ગેમજીભાઇ, ગેમજી પરમારે જણાવેલ કે અહિં શું કામ પુરાણ કરો છો વરસાદનું પાણી અમારા ઘર પાસે ભરાય છે તેવુ જણાવી પત્નીને લાફો મારી દેવજીભાઇ અને તેમનો દિકરો બચાવવા જતા ભાવનાબેન ગેમજીભાઇ અને તેની દિકરી ઘારાબેન ગેમજીભાઇ પરમારે ઢીકાપાટુ નો માર મારી કાકા બચાવવા જતા તેમને પાવડા વડે માર મારી બાઇક જીજે ૧૨ ૪૮૦૪ નો મોરો અને સાઇડની લાઇટ પાવડા વડે તોડી નુકસાન કરી ધમકી આપ્યાની લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જયારે સામાપક્ષે ગેમજીભાઇ ડાયાભાઇ પરમારને દેવા રણછોડ, ગોૈબેન દેવાભાઇ, જગદીશ દેવાભાઇ ખેર, બાલા પરમારે પાવડા અને ઢીકાપાટુ વડે માર માર્યાની લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:25 pm IST)