Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

દ્વારકા જિલ્લામાં અડધાથી છ ઇંચ વરસાદઃ તળાવો ચેકડેમો ભરાયા

ધી ડેમ ૧૧ ફુટ થયોઃ બાકી રહેલા વિસ્‍તારોમાં વરસાદ

ખંભાળિયા તા.૯ : દેવભુમી દ્વારકા જિલ્લામાં ગઇકાલથી આજે ર૪ કલાકમાં વ્‍યાપાક વરસાદ પડયો હતો તથા અડધા ઇંચ થી છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ભાણવડ ખંભાળિયા વિસ્‍તારમાં વ્‍યાપક વરસાદ પડયો હતો. જયારે દ્વારકા તથા કલ્‍યાણપુર વિસ્‍તારમાં ઓછો પડયો હતો. પણ છેલ્લા ર૪ કલાકમાં કલ્‍યાણપુર તથા દ્વારકામાં પણ વ્‍યાપક વરસાદપ ડતા કલ્‍યાણપુર તાલુકામાં ર૪ કલાકમાં ૬ થી ૭ ઇંચ વ્‍યાપક વરસાદ પડતા તળાવ ચેકડેમોમાં વ્‍યાપક પાણી ભરાઇ ગયા હતા તો દ્વારકા વિસ્‍તારના ગામોમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ પડયો હતો. જયારે ખંભાળિયા શહેર તથા તાલુકામાં ત્રણ ઇંચ થી માંડીને ૩ાા થી ૪ ઇંચ સુધીનો વરસાદ પડયો હતો. જયારે સૌથી ઓછો ભાણવડ પંથકમાં ઝાપટાથી અડધા ઇંચ વરસાદ પડયો હતો. ર૪ કલાક કલ્‍યાણપુરમાં ૧પ૩ મીમી દ્વારકામાં ૧૧૬ મીમી ખંભાળિયામાં ૭૪  તથા ભાણવડમાં ૭ મીમી વરસાદ પડયો હતો.

ખંભાળિયામાં ચાલુ મોસમનો ૧૮ ઇંચ વરસાદ પડતા કુલ વરસાદ પ૬ટકા થઇ ગયો છે. જયારે ધી ડેમમાં ઉપર વાસ વરસાદ તથા આવક થતાં સપાટી ૧૦ ફૂટ હતી તે હવે ૧૧ ફૂટની થઇ છે.

(1:41 pm IST)