Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ખંભાળિયામાં ૧૮ ઇંચ તથા કલ્‍યાણપુર પંથકમાં વ્‍યાપક વરસાદ : ખેતરો તળાવમાં ફેરવાયા

ખંભાળીયા તા. ૬ : પંથકમાં હજુ હમણાં જ ખેડૂતોએ કપાસ તથા મગફળીનું વાવેતર કર્યું હોય તેના પર પાંચ-છ દિવસમાં ૧૮ ઇંચ વરસાદ પડી જતાં સતત વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા હમણા જ વાવેલા પાકને નુકસાન થવાનો ભય ફેલાયો છે તો ગઇકાલે કલ્‍યાણપુર તાલુકો કે જ્‍યાં પાણી હમણાં જ વાવેતર થયું છે ત્‍યાં પણ ૬ થી ૮ ઇંચ ભારે વરસાદ પડતા અનેક વિસ્‍તારોમાં ખેતરોમાં તળાવોની જેમ પાણી ભરાતા તથા હજુ વરસાદી વાતાવરણ તથા આગાહી હોય આ સ્‍થિતિ ચાલુ રહી તો કપાસના પાકને નુકસાન થઇ બિયારણ ફેઇલ થઇ જાય તેવી સ્‍થિતિ થાય અને મગફળીના પાકને પણ નુકસાન થાય તેમ અનુભવી ખેડૂતોનું માનવું છે.

ગઇકાલે ખેતરો તળાવમાં ફેરવાતા ખેતરોના બદલે તળાવ ભરેલા હોય તેવી સ્‍થિતિ ખંભાળિયાથી ભાટીયા રોડ પરના ખેતરોની થઇ હતી.

(1:46 pm IST)