Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ધ્રોલમાં બે ઇંચ વરસાદથી પાણી ભરાયાઃ તંત્રદ્વારા નિકાલ નહી થતા રોષઃ ગ્રામ્‍ય પંથકમાં બે થી ચાર ઇંચ

ધ્રોલ તા. ૬ : ધ્રોલ ખાતે સાંજે બે કલાકમાં ૧ાા ઇંચ (૩૮ મીમી) વરસાદ નોંધાયેલ છે અગાઉના ૩૭ મીમી સહિત મોસમનો કુલ વરસાદ ૭પ મીમી થયેલ છે.

વરસાદને કારણે ધ્રોલ શહેરના જોડીયા રોડ મેમણ ચોક, નંદનવન સોસાયટી, વૃન્‍દાવન સોસાયટીઓમાં ૧ાા થી ર ફુટ જેટલા પાણી ભરાઇ જતા વાહન વ્‍યવહારમાં તેમજ લતાવસીઓ મુશ્‍કેલીમાં મુકાઇ ગયેલ.

ધ્રોલ ખાતેવર્ષોથી આ વિસ્‍તારોમાં પાણી ભરાય છે. તેમજ આ માટે સરકાર તરફથી પ્રીમોનસુન કામગીરી માટે લાખો રૂ.ની ગ્રાન્‍ટ ફાળવેલ છે પરંતુ આ સ્‍થિતીમાં કોઇ સુધારા કે રીપેરીંગ કરવામાં આવતુ નથી તેથી નાગરીકોમાં નગરપાલીકાની કામગીરી અંગે રોષ ફેલાયેલ છે.

ધ્રોલ સહિત આજુબાજુ તા. વાંકીયા, સોયલ, વ્રાંગડા, લતીપર, પીઠડ, સહિતના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં બે થી ચાર ઇંચ જેટલો વરસાદ પડેલ છે.

(1:48 pm IST)