Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખામાં આજે સવાર થી મેઘરાજાની પધરામણી

(ભરત બારાઇ દ્વારા )ઓખા તા.૬ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા માં આજે સવાર થી મેઘરાજા નિ પધરામણી થઈ ગઈ છે અને હાલ મૂશળધાર વરસાદ ચાલુ છે.

અત્યાર સુધી માં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વાદળ ઘેરાયેલા રહેતા હતા પણ મેધરાજા મન મૂકી વરસતા ન હતા.. આજે વરસાદ થઈ જતાં લોકો માં આનંદની લાગણી ફેલાયેલ છે.હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે. 

 

(3:31 pm IST)