Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

મોરબીમાં હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં જુગાર રમતા ૭ શખ્સોને એલસીબી ટીમે દબોચી લીધા :રૂ. ૪૫ હજારની રોકડ કબ્જે કરી

મોરબીમાં હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં જુગાર રમતા ૭ શખ્સોને એલસીબી ટીમે પકડી પાડી રૂ. ૪૫ હજારની રોકડ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબીએ મોરબી ગુજરાત હાઉસીંગબોર્ડ બે માળીયા એમએ.જી.કવા ખાતે રેઇડ કરતા આરોપી જીતુભા અમરસિંહ જાડેજા, અંબારામભાઇ નાનજીભાઇ પટેલ, પ્રાણજીવનભાઇ તળશીભાઇ પટેલ, હિતેષભાઇ તુલસીદાસ લુવાણા, દિલીપભાઇ ઘરમશીભાઇ પટેલ, સૂરજભાઇ દુર્લભજીભાઇ પટેલ, હરજીવનભાઇ ડાયાભાઇ પટેલ( રહે. બધા મોરબી વાળા)ઓને રોકડા રૂ.૪૫,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડયા છે. આ તમામ સામે મોરબી સીટી એ ડિવી. પો.સ્ટે. ખાતે જુગાર ધારા કલમ ૪૫ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

(11:08 pm IST)