Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

જૂનાગઢના માંગરોળમાં 9 ઈંચ વરસાદ: માળિયાહાટીમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો

જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ હેત વરસાવતા ખેડૂતોના ચહેરા પર સ્મિત છલકાયું

જુનાગઢમાં મેઘરાજા મહેરબાન થયા છે. જૂનાગઢના દરિયાપટીના માંગરોળ અને માળીયા હાટીમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. માંગરોળમાં 9 ઈંચ વરસાદ વરસ્યો હતો જયારે માળિયાહાટીમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે.

ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ હેત વરસાવી છે. વરસાદ વરસતા એક બાજુ ખેડૂતોના ચહેરા પર સ્મિત છે, તો બીજી બાજુ લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે.

(12:51 am IST)