Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

કેશોદમાં ધોધમાર એકાદ ઈંચ વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા

ઘેડ પંથકની જીવાદોરી સમાન ઓઝત નદીમાં પાણીની આવક

જૂનાગઢના કેશોદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. એકાદ ઈંચ વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. કેશોદમાં સિઝનનો કુલ સાત ઈંચ વરસાદ વરસ્યો છે. કેશોદ પંથકના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ સિઝનનો સાતથી 12 ઈંચ જેટોલ વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં વરસાદથી ઘેડ પંથકની જીવાદોરી સમાન ઓઝત નદીમાં પાણીની આવક થઈ છે.

(12:57 am IST)