Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

મોરબીના પુલ પર અંધકાર દુર કરવા પાલિકા તંત્રને વધુ એક રજૂઆત કરવામાં આવી.

લાઈટોના થાંભલા અને કેબલ નાખ્યાને ૧૫ દિવસ વીત્યા બાદ અંધકાર દુર થયો નથી :સામાજિક કાર્યકરોએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફીસરને રજૂઆત કરી

મોરબીના પુલ પરની લાઈટોના થાંભલા અને કેબલ નાખ્યાને ૧૫ દિવસ વીત્યા બાદ અંધકાર દુર કરવામાં આવ્યો નથી જેથી સામાજિક કાર્યકરોએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફીસરને રજૂઆત કરી છે

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જીજ્ઞેશભાઈ પંડ્યા, જગદીશભાઈ બાંભણીયા, જનક રાજા અને અશોક ખરસરીયાએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબીના પાડા પુલ અને મયુર પુલ પર લાઈટોના થાંભલા નાખવા માટે અનેક વખત રજૂઆત કરી હોવાથી અંતે ૧૫ દિવસ પહેલા થાંભલા નાખેલ અને ૧૦ દિવસ પહેલા કેબલ નાખેલ પરંતુ હજુ અંધકાર દુર થયો નથી જેથી વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવે છે તેમજ બેઠાપુલે ભયજનક સ્થિતિ હોવા છતાં અંધકારપટ રહેતો હોય છતાં તંત્રના પેટનું પાણી કેમ હલતું નથી જે કામ તાત્કાલિક ચાલુ કરાય અને લાઈટો ચાલુ થાય તેવી માંગ કરી છે શ્રાવણ માસમાં ધાર્મિક તહેવાર તેમજ ૧૫ ઓગસ્ટનો રાષ્ટ્રીય તહેવાર આવતો હોય જેથી અંધકાર દુર કરી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

(9:45 pm IST)