Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ઓખા પ્રા.શાળામા વર્ગખંડોનું લોકાર્પણ

ઓખા : બસ સ્ટેશન રોડ પર વર્ષો પુરાણી પ્રાથમિક શાળાનં.૧માં જ્ઞાન શકિત દિવસ અંતર્ગત નવનિર્મિત વર્ગખંડોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. જેમાં પ્રાથમિક શાળાનં.૧ના પટાંગણમાં ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ સહદેવસિંહ પબુભા માણેકના હસ્તે નવનિર્મિત ૧૦ વર્ગખંડોનું લોકાર્પણ કરવામાં આવ્યુ. અહી રાજયકક્ષાએ માન. મુખ્યમંત્રી દ્વારા વર્ચ્યુઅલ કાર્યક્રમ પણ રાખવામાં આવેલ જેમા કોમ્પ્યુટર સાથે ૧૦ પ્રોજેકટર પણ લોકાર્પણ કરવામાં આવેલ. મુખ્ય મહેમાનોમાં હાઇસ્કુલ આચાર્ય શ્રી જાડેજા, વેપારી અગ્રણી મોહનભાઇ બારાઇ, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ પ્રવિણભાઇ ગોકાણી, પાલિકા સદસ્ય અમરભાઇ ગાંધી, દ્વારકા જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ વિશાલભાઇ પીઠયા, માછીમાર અગ્રણી જુનશભાઇ થેઇમ વગેરે તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત આચાર્ય નીરેનભાઇ જેઠવા તથા તેમની શિક્ષકોની ટીમે કર્યુ હતુ. વર્ગખંડોનું લોકાર્પણ કરાયુ તે તસ્વીર.

(11:09 am IST)