Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ગોંડલના ચોરડી ગામની શ્રમિક પરિણીતાનું ત્રણ શખ્સોએ અપહરણ કર્યું અને બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું

પરિણીતા સગા મામા સાથે લગ્ન કરી રહેતી હતી, સંતાનમાં એક ૯ માસનો પુત્ર પણ છે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા.૬ : ચોરડી ગામની શ્રમિક પરિણીતાના ઝુંપડા ઉપર હિંમત લાભુભાઈ ચારોલીયા (રહે રતનપુર તાલુકો વઢવાણ) વિજય દેવુભાઈ માથાસુરીયા (રહે ધોળકા જીલ્લો અમદાવાદ) તેમજ હબલો લાભુભાઈ ચારોલીયા (રહે રતનપર) વાળાએ ગત તા.૩૦ નાં શ્રમિક પરિણીતાના ઝુંપડા પર જીવલેણ હુમલો કરી પરિણીતાનું બુલેટ માં અપહરણ કરી રતનપર પાસે લઈ જઈ પ્રથમ હિમતે બાવળ ની કાંટ માં લઇ જઇ દુષ્કર્મ ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બાદમાં હબલા એ અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું.

બનાવ અંગે પરિણીતાના પતિ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હોય પોલીસે અપહરણકર્તા નું પગેરું મેળવીતા.૩ મંગળવાર નાં રતનપર થી પરણિતાને બચાવી હબલો થતાં હિંમત ને જડપી લઇ મદદગારી કરનાર અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી હતી.પીએસઆઇ.ડી.પી.ઝાલા એ જણાવ્યું કે હિંમત હિસ્ટ્રીસીટર છે.તેની સામે ચોરી,લુંટ,પ્રોહીબીશન સહીત નાં ગુન્હા પોલીસ ચોપડે નોંધાયા છે. પોલીસે આરોપીઓ વિરુદ્ઘ ipc કલમ ૩૬૫ ૩૭૬ ૪૫૨ ૪૪૨ ૫૦૬ ૨ ૩૨૩ ૧૧૪ જી.પી.એફ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:16 am IST)