Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં ૧૨૮૦ લીટર બાયોડિઝલ જપ્ત : આરોપી સાથે ૧૬.૮૩ લાખનો મુદ્દામાલ ઝડપાયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૬ : જોરાવરનગર કોઝવે રોડ નિલકંઠ મહાદેવના મંદીરથી આગળ આવેલ સુરેશભાઇ જગદીશભાઇ બકોટીયા જાતે પ્રજાપતિના બંધ મકાનમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનુ વેચાણ સ્ટોરેજ થતું હોય તે અંગે પોલીસ સ્ટાફના માણસો તેમજ મામલતદારશ્રી સુરેન્દ્રનગર શહેર વિગેરે અધિકારીશ્રીઓ સાથે રેઇડ કરતા બાયોડીઝલ લીટર-૧૨૮૦ કિ.૩૭૮,૦૮૦ તથા લીલા કલરના આશરે ૨૦૦ લીટરના બેરલ નંગ-૮ કિ.રૂ.૪,૦૦૦ તથા એક કાળો કેરબો કિ.રૂ.૧૦૦ તથા પ્રવાહી કાઢવાની ફેંકી નળી સાથે કિ.રૂ.૧,૦૦૦ તથા દસ ટાયરવાળુ ડમ્પર રજી Þî.GJ 13 AW 6970 વાળુ કિ.રૂ.૧૬,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૧૬,૮૩,૧૮૦ના મુદ્દામાલ સાથે આરોપી સુરેશભાઇ જગદીશભાઇ બકોટીયા જાતે પ્રજાપતિ ઉ.વ.૩૮ રહે. જોરાવરનગર કોઝવે રોડ નિલકઠ મહાદેવના મંદીરથી આગળ તા.વઢવાણ વાળાને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

આ કામગીરી જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, અધિ. પો. એચ.પી.દોશીની સુચનાથી એન એચ કુરેશી પો.સબ ઇન્સ જોરાવરનગર,  એએસઆઇ ઘનશ્યામભાઇ ગોવિંદભાઇ, એ.એસ.આઇ હંમદીપ વી. મારવીયા, પો.હેડ કોન્સ. બળવંતસિંહ મનુભા, પો.કોન્સ વનરાજસિંહ ભરતસિંહ, પો. કોન્સ મેહુલભાઇ રસીકભાઇએ કરેલ છે.

(11:16 am IST)