Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ચોટીલાના કાબરણમાં શેઢા તકરારમાં ત્રણ ભાઇઓ પર કુટુંબીઓનો હુમલો

હમીર, રાયધન અને તેજા સાબલીયાને રાજકોટ સારવાર અપાવાઇ

રાજકોટ તા. ૬: ચોટીલાના કાબરણ ગામે સીમ શાળા પાસે રહેતાં હમીર જીવરાજભાઇ સાબલીયા (ઉ.૪૦), રાધયન છગનભાઇ સાબલીયા (ઉ.૩૦) અને તેજા જીવરાજભાઇ સાબલીયા (ઉ.૩૫) નામના ભાઇઓ પર તેના જ કુટુંબી સગાઓ નાગજી સહિતનાએ ઝઘડો કરી પાઇપ, લાકડી, કુહાડીથી હુમલો કરી ઇજા કરતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના હેડકોન્સ. વાલજીભાઇ નિનામાએ નાની મોલડી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

ઘાયલોના સગા આંબાભાઇના કહેવા મુજબ જેની વચ્ચે માથાકુટ થઇ એ બધા કોૈટુંબીક ભાઇઓ છે. શેઢા તકરાર ચાલતી હોઇ તેના કારણે મારામારી થઇ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધકરી છે. 

(11:17 am IST)