Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

પ્રેમ લગ્ન મંજૂર ન હોઇ પરિણિતાનું અપહરણ કરી જનાર ઝડપાયાઃ મજેવડીની મહિલાને મૂકત કરાઇ

જુનાગઢ તા. ૬ :.. જુનાગઢ તાલુકા પો. સ્ટે. ગુ. ર. નં. ૧૧ર૦૩૦રપર૧૦૮૦૯-ર૦ર૧ આઇ. પી. સી. કલમ ૩૬પ, ૩ર૩, ૪પર, પ૦૬ (ર), ર૯૪ (ખ), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ મુજબના ગુન્હાના કામે ફરીયાદીના દિકરાએ આરોપી બટુકભાઇ ઉર્ફે રવજીભાઇ મગનભાઇ ગોહેલની દીકરી સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જેનું મનદુઃખ રાખી આરોપી બટુકભાઇ ઉર્ફે રવજીભાઇ તથા તેની દિકરો રાહુલ તથા પાંચ અજાણ્યા માણસો, લાકડી, ધારીયુ તથા કુહાડી જેવા પ્રાણઘાતક હથીયારો ધારણ કરી મોટર સાયકલો લઇ વાડીએ ગુનો કરવાના ઇરાદે પ્રવેશ કરી ફરી ધમકી આપી ફરીના મોટા દીકરાની પત્ની અસ્મિતાબેનને હાથમાં કોણીના ભાવે મુઢ ઇજા કરી ફરી.ના દીકરા હીરાભાઇની પત્નિ રવીનાબેન સાથે ઝપાઝપી કરી ટીંગાટોળી કરી મોટર સાયકલમાં બેસાડી અપહરણ કરી લઇ ગયેલનો બનાવ ગઇ તા. ૩-૮-ર૦ર૧ ના બનેલ.

આ કામે જુનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર ની સુચના તથા પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટી દ્વારા માર્ગદર્શન આપી આરોપીઓને વહેલી તકે શોધી કાઢી ભોગ બનનારને મુકત કરાવવા માટે સુચના કરવામાં આવેલ હોય. પો. અધિ. પી. જી. જાડેજા ક્રાઇમ બ્રાન્ચના ઇ.ચા. પો. ઇ. એચ. આઇ. ભાટ્ટીના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ તથા જુનાગઢ તાલુકા પો. સ્ટે.ના પો. સ. ઇ. પી. વી. ધોકળીયા નાઓની ટીમો બનાવી આરોપીઓ તથા ભોગ બનનારને વહેલી તકે શોધી કાઢવા માટે શકય તેટલા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતાં.

દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના પો. સ. ઇ. ડી. જી. બડવા તથા પો. હે. કો. વી. કે. ચાવડા તથા પો. કો. સાહીલ સમા, જયદીપ કનેરીયા, ભરત સોલંકી, નાઓએ હકિકત મળેલ કે, આરોપીઓ ભોગ બનનાર સાથે વડીયા ગામે સુથાર શેરીમાં રહેતા વિક્રમભાઇ માધાભાઇ બદાણીયાના ઘરે છૂપાયેલ હોવાની હકિકત મળતા આ કામે તાત્કાલીક ક્રાઇમ બ્રાન્ચની ઉપરોકત ટીમ દ્વારા હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા ભોગ બનનાર તથા આરોપીઓ મળી આવતા તેઓને હસ્તગત કરી પુછપરછ કરતા તેની દિકરીએ પ્રેમ લગ્ન કરેલ હોય. જેથી તેઓને હસ્તગત કરી પુછપરછ કરતા તેની દિકરીએ પ્રેમ લગ્ન કરેલ હોય. જેથી તેઓને પસંદના હોય. તેણીની મરજી વિરૂધધ તેનું અપહરણ કરીને લઇ આવેલ હોવાની હકિકત જણાવતા જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે (૧) રવજીભાઇ ઉર્ફે બટુકભાઇ મગનભાઇ ગોહેલ, (ર) રાહુલ રવજીભાઇ ગોહેલ રહે. કણઝાધાર તા. વંથલી (૩) અજય છગનભાઇ મકવાણા કોણી રહે. નવાગામ તા. કાલાવાડ ત્થા (૪) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને સોંપી આપેલ છે.

આ કામગીરીમાં વા. પો. સ. ઇ. ડી. એમ. જલુ તથા જુનાગઢ તાલુકા પો. સ્ટે.ના પી. વી. ધોકળીયા તથા એ. એસ. આઇ. વી. એન. બડવા તથા પો. હેડ કોન્સ. વિક્રમભાઇ ચાવડા, શબ્બીરખાન બેલીમ, યશપાલસિંહ જાડેજા તથા પો. કોન્સ. દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ સોનારા, દિપકભાઇ બડવા, ભરતભાઇ ઓડેદરા, ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી કરેલ છે.

જૂગાર રમતા પ ઝડપાયા

પંચેશ્વર બરફના કારખાના નજીક અમુક ઇસમો ગંજી પતાના પાના પૈસા વડે હારજીતનો તીનપતીનો જૂગાર રમે છે તેવી હકિકત મળતા રેઇડ કરતા રૂ. ૧૦,રપ૦ સાથે (૧) નીતેષ રમેશભાઇ પરમાર અનુ. જાતી ઉ.વ.ર૭ રહે. પંચેશ્વર બફરના કારખાના પાસે, (ર) વનીતાબેન રમેશભાઇ પરમાર અનુ. જાતી ઉ.પ૦ રહે. પંચેશ્વર બરફના કારખાના પાસે (૩) હાજુબેન અબ્દુલભાઇ ગામેતી ઉ.૩પ રહે. નીચલા દાતાર કાળવાના કાંઠે (૪) નુરજાહાબેન વલીભાઇ બ્લોચ મકરાણી ઉ.૪૮ રહે. દાતાર રોડ સ્વામી વિવેકાનંદ પુતળા પાસે નવા પુલ પાસે. (પ) સારદાબેન ચનાભાઇ સોલંકી અનુ. જાતી ઉ.પપ રહે. સદ્ગુરૂ મારબલ પાસે બોલ્ડીંગ વાસને ઝડપી લીધા હતાં.

એ. ડીવી. પો. સ્ટે.ના પો. ઇન્સ. એમ. એમ. વાઢેરની સુચના મુજબ પો. સ. એ. કે. પરમાર સા. તથા એ. એસ. આઇ. એેમ.ડી. માડમ તથા પો. હેઙ કોન્સ. પંકજભાઇ લાલજીભાઇ તથા કલ્પેશભાઇ ગેલાભાઇ તથા દિનેશભાઇ રામભાઇ તથા પ્રવિણભાઇ રાણીંગભાઇ તથા વુ. પો. કોન્સ. સેજલબેન આલાભાઇ વિગેરે પોલીસ સ્ટાફ નાઓએ  સાથે રહી કામગીરી કરેલ છે.

(11:17 am IST)