Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં યુવા શકિત દિનની રાજય સરકાર દ્વારા ઉજવણી

વિજયભાઇ રૂપાણીની આગેવાનીમાં ભાજપ સરકારના પ વર્ષની ઉજવણી અંતર્ગત જીલ્લા કક્ષાએ અનેકવિધ કાર્યક્રમો

રાજકોટ, તા., ૬: રાજય સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સરકારના પ વર્ષની ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો તા.૯ ઓગષ્ટ સુધી યોજાયા છે.

જેમાં આજે મુખ્ય કાર્યક્રમ સુરત ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાયો છે. જયારે જીલ્લા કક્ષાએ યુવા શકિત દિનની ઉજવણી કરવામાં આવી છે.

દેવભુમી દ્વારકા

દેવભુમી દ્વારકાઃ ૫ વર્ષ આપણી સરકારના, સૌનો સાથ, સૌનો વિકાસના કાર્યક્રમ અન્વયે શ્રમ અને રોજગાર વિભાગ, રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકા દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નગરપાલિકા ટાઉનહોલ – ખંભાળીયા ખાતે યુવા શકિત દિન નિમિત્ત્।ે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને ૯-૩૦ કલાકે જિલ્લાના રોજગારવાંચ્છુક પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂંક પત્રો વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

રાજયકક્ષાએ આ કાર્યક્રમમાં રોજગારી માટેના વેબપોર્ટલ અને મોબાઈલ એપ્લીકેશન અનુબંધમ્ નું પણ લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

મોરબી

મોરબીઃ રાજય સરકારના વિકાસલક્ષી પાંચ વર્ષ પુર્ણ થવાના અવસરે રાજયવ્યાપી શરૂ કરાયેલા સેવાયજ્ઞના છઠ્ઠા દિવસે રોજગાર દિન નિમિતે રાજયના અન્ન નાગરીક પુરવઠા રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં વિવિધ ક્ષેત્રે ભરતી પામેલ ઉમેદવારોને નિમણુંક પત્રો એનાયત કરાયા હતા.

આ કાર્યક્રમમાં મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા સહીત પંચાયત, નગર પાલીકાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા તેમ જીલ્લા રોજગાર અધિકારી બી.ડી.જોબનપુત્રાએ જણાવ્યું છે.

સુરેન્દ્રનગર

વઢવાણ-સુરેન્દ્રનગરઃ સમગ્ર રાજયમાં પ વર્ષ આપણી સરકારના સૌના સાથ સૌના વિકાસના કાર્યક્રમ અંતર્ગત રોજગાર દિવસ નિમિતે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા મેગા જોબ ફેર અને નિમણુંક પત્રોના વિતરણનો કાર્યક્રમ સુરેન્દ્રનગર સ્થિત પંડીત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે નર્મદા અને શહેરી ગૃહ નિર્માણના રાજય કક્ષાના મંત્રી યોગેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

અમરેલી

અમરેલી : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી  અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની વર્તમાન રાજય સરકારના પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પુર્ણ થતાં રાજયભરમાં ઉજવાઇ રહેલ પાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથ સૌનો વિકાસના કાર્યક્રમના પાંચમા દિવસે યુવા શકિત દિવસની ઉજવણીના ભાગરૂપે અમરેલીના દિલીપભાઇ સંઘાણી હોલ ખાતે મ્યુનિસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીની પ્રેરક ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો  નોંધનીય છે કે અમરલી રોજગાર વિભાગ દ્વારા જિલ્લામાં ૧-૪-ર૦ર૧ થી અત્યાર સુધી ૧૯ જેટલા ઔદ્યોગિક ભરતીમેળા યોજવામાં આવેલા છે જેમાં ખાનગી ઉદ્યોગો દ્વારા નોંધાયેલી કુલ ૧૭૯ર ખાલી જગ્યાઓ ઉપર ૮૭૪ જેટલા યુવાનોને ખાનગી ક્ષેત્રે રોજગારી પુરી પાડવામાં આવી છે જે પૈકીના ૪૦૦ જેટલા યુવાનોને એનાયત પત્રો વિતરણ થનાર છે. આ ઉપરાંત રાજય સરકારના વિવિધ વિભાગોમાં સીધી ભરતીથી અમરેલી જિલ્લાના નિમણુક પામેલા આશરે ૧૭૦ યુવાનોને નિમણુંક પત્રો પણ આપવામાં આવ્યા હતાં.

જામનગર

જામનગરઃ સમગ્ર રાજયમાં ઉજવાઇ રહેલ સુશાસનના પાંચ વર્ષ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જામનગર જીલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગષ્ટ સુધીના શ્રેણીબધ્ધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે.

જે અંતર્ગત જામનગર જીલ્લામાં કાર્યક્રમ  અંતર્ગત જામનગર જીલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગષ્ટ સુધીના શ્રેણીબધ્ધ  કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે.

જે અંતર્ગત જામનગર જીલ્લામાં કાર્યક્રમના છઠ્ઠા દિવસે આજે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં ધારાસભ્ય  રાઘવજીભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં માતૃશ્રી હીરાબેન હરજીભાઇ ઘોડાસરા (દેપાળીયા) માધવ રંગમંચ હોલ ધ્રોલ ખાતે જીલ્લા કક્ષાના રોજગાર દિવસ અંતર્ગત રોજગાર પત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેમજ જામનગર ટાઉનહોલ ખાતે મેયરશ્રીની અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.

જુનાગઢ

જુનાગઢઃ સમગ્ર રાજયમાં ચાલી રહેલ લોકહિતના સેવા યજ્ઞમાં જુનાગઢ જીલ્લામાં તા.૧ થી ૯ અોગષ્ટ સુધીના શ્રેણીબધ્ધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે. જે અંતર્ગત જુનાગઢ જીલ્લામાં કાર્યક્રમના છઠ્ઠા દિવસે યુવા શકિત દિન નિમિતે રોજગાર ઍનાયત પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. આજે આરોગ્ય અને પરીવાર કલ્યાણ રાજયમંત્રી કિશોરભાઇ કાનાણીના અધ્યક્ષસ્થાને શામળદાસ ગાંધી ટાઉન હોલ જુનાગઢ ખાતે યુવા શકિત દિન નિમીતે રોજગાર ઍનાયત પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

 ઉપરાંત માણાવદર લાયન્સ સ્કુલ ખાતે ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમની ઉપસ્થિતિમાં રોજગાર ઍનાયત પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

(12:32 pm IST)