Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

જામનગરમાં ત્રણ મોટરસાયકલ સવારે યુવકને ધમકાવી લૂંટી લીધો

જામનગર, તા.૬: સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નવઘણ ભુપતભાઈ સોલંકી, ઉ.વ.ર૭, રે. ખારવા રોડ, રામપાર્ક સાંદિપની સ્કુલની બાજુમાં, રોટીરામ બાપુ આશ્રમની સામે, ધ્રોલ વાળાએ ફરીયાદ નોધાવી છે કે, સુમેર કલબ રોડ, સુમેર કલબના ગેઈટની સામે રોડ, જામનગરવાળા એ પોતાનું મોટર સાયકલ લઈને અંધાશ્રમ ફાટક પાસે આવેલ આવાસથી પવનનચકકી તરફ જતા હતા ત્યારે સુમેર કલબના ગેઈટ સામે રોડ ઉપર પહોંચતા પાછળથી ત્રણ અજાણ્યા શખ્સો ઉ.વ.આ. રપ થી ૩૦ વર્ષવાળા એક મોટરસાયકલ ઉપર આવી ફરીયાદી નવઘણ ને ગાળો આપી ગાડીમાં રૂ.પ૦૦૦/– નું નુકશાન કરેલ છે. અને રૂ.પ,૦૦૦/– કાઢવાનું કહેલ અને બીજા વ્યકિતએ ફરીયાદી નવઘણ નો કાઠલો પકડી ત્રણેય આરોપીઓએ ફરીયાદી નવઘણને ઘેરી લઈ ધમકાવી પકડી રાખી ફરીયાદી નવઘણના શર્ટના ખીસ્સા માંથી રૂ.ર૦૦૦/– ઝુટવી લઈ લુંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી જઈ ગુનો કરેલ છે.

દારૂ-જુગારના દરોડા

સીટી બી ડિવઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, બેડી નાકા, બ્રધર્સવાળી ગલીમાં વિપુલભાઈ દિનેશભાઈ સોઢા, બોટલો નંગ–૩, કિંમત રૂ.૧,પ૦૦/ની રાખી નીકળતા ઝપાઈ ગયેલ છે.

પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. લાલજીભાઈ ગોબરભાઈ રાતડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, વીજરખી ગામે આવેલ નવાપરાના ચોકમાં હરીભાઈ પબાભાઈ શીયાળ, રમેશભાઈ મગનભાઈ લોદરીયા, રાજેશભાઈ ચનાભાઈ લોદરીયા, રાજેશભાઈ લખાભાઈ ખટાવરા, કારાભાઈ જેસંગભાઈ લોખીલ, બાલજી મોહન રંગપરા, જીવણભાઈ કાનાભાઈ ચૌહાણ, પૈસાની હારજીત કરી રોકડા રૂપિયા પપ૪૦/– સાથે ઝડપાઈ ગયેલ છે

(12:48 pm IST)