Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ચોટીલામાં ભાજપ કોંગ્રેસ આમને-સામને

ભાજપે સૂર્યોદય યોજના, ખેડુત સન્માન કર્યુ : કોંગ્રેસે વીજ કચેરીને તાળાબંધી કરી

(હેમલ શાહ દ્વારા) ચોટીલા, તા. ૬: રાજ્ય સરકારને ૫ વર્ષ પૂર્ણ સંદર્ભે વિવિધ દિવસોની ઉજવણી સંદર્ભે ગઇ કાલે ગુરૂવારનાં કિસાન સન્માન દિવસ અને કિશાન સૂર્યોદય યોજના ના વધામણાં નો કાર્યક્રમ ચોટીલા ખાતે રાજય મંત્રી અને ભાજપ અગ્રણી વચ્ચે યોજાયેલ બીજી તરફ કાંેગ્રેસ દ્વારા વીજ કચેરીને તાળાબંધી, રામધૂન સાથે ઘેરાવ કરાતા લોકોમાં અચરજ ફેલાયેલ.

રાજ્યના મંત્રી રમણલાલ પાટકર, જીલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા,જીલ્લા મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ તથા જયેશભાઈ પટેલ, અજય સામંડ,ધર્મેન્દ્રસિંહ ગોહિલ, તાલુકા-શહેર ભાજપ સંગઠન હોદ્દેદારો તેમજ જીલ્લા કલેકટર, ડી.ડી.ઓ, પ્રાંત અધિકારી, ટી.ડી.ઓ PGVCL ખેતીવાડી વિભાગના કર્મચારીઓની હાજરીમાં ઉજવાયેલ.

આ યોજના હેઠળ તાલુકાના ૨૧ ગામોને હાલ સમાવેશ થયેલ છે, ૯ ગામમાં યોજના અમલી બનેલ છે. કાર્યક્રમમાં ખેડૂતોને સન્માનિત કરાયેલ.

બીજી તરફ જીલ્લા કોંગ્રેસે સ્થાનિક વિસ્તારના વીજ પ્રશ્નેે કચેરીને ઘેરાવ, તાળાબંધી કરી રામધૂન મચાવી હાથમાં સરકાર નિષ્ફળ અંગેના સુત્રો સાથે વીજળીક કાર્યક્રમ આપતા પોલીસ અને વીજ તંત્રમાં દોડધામ મચી હતી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઇ રાઠોડ, ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણા, તાલુકા પ્રમુખ સોમાભાઈ બાવળીયા, હરેશ ઝાપડીયા, હરેશ ચૌહાણ સહિતના કોગી આગેવાનો હલ્લાબોલ મચાવવામાં જોડાયા હતા.

ધારાસભ્ય એ જણાવ્યું હતું કે તંત્ર ભાજપ સંગઠનની દોરવણી નીચે કામ કરે છે ધારાસભ્યનો પ્રોટોકોલ તોડે છે. ઉપરના કોઇ નામ ઠામ સહી વગરના હુકમો મુજબ તાયફાઓ ગોઠવેલ છે ત્યારે તાલુકામાં ખેડુતોને રાત્રે સીગલફેજ પાવર આપવો,૨, ખેડુતો ને ખેત વપરાશ માટે દિવસે રેગ્યુલર પાવર, કપાત પુરવઠો પાછો આપવા જેવી બાબતોનો હલ નથી અને વાતો કરે છે સૂર્યોદયની ધમાચકડી વચ્ચે ચોબારી ગામના ખેડૂત પુત્ર તેના વીજ કનેકશને મળેલ દંડ ની નોટીસ અંગે કચેરીએ આવી ચડતા વીજ તંત્ર ની અણઘડતાને કારણે માનસિક યાતના ભોગવતો નજરે પડેલ હતો ચોધાર આંસુ સાથે આજીજી કરી હતી.

(12:48 pm IST)