Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

પોરબંદરમાં સોનાના દાગીનામાં હોલમાર્કના કાયદાના વિરોધ : સોનીબજારમાં બંધ પળાયો : કલેકટરને આવેદન

 (પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૬ : સરકારે સોનાના દાગીનાનું હોલ માર્કીગ ફરજીયાત કર્યુ તેનાથી ઉભા થતા અનેક પ્રશ્નો સામે સોની વેપારીઓએ  સોની બજારમાં સજ્જડ બંધ પાળ્યો હતો. સોની વેપારી મહાજન મંડળ દ્વારા સોની બજારમાં બંધ પાળીને કલેકટર કચેરીએ જઇને આવેદનપત્ર પાઠવ્યું હતું. હોલ માકીંગ કાયદાનો સોની વેપારીઓ વિરોધ દર્શાવ્યો હતો.

સોની વેપારી મહાજન મંડળ દ્વારા કલેકટરને પાઠવેલા આવેદન પત્રમાં જણાવેલ છે કે ભારત સરકારશ્રીએ તા.૧૬થી સોનાના દાગીનાનું હોલમાર્કિંગ ફરજીયાત કરેલ છે તેને આવકારવાની સાથે તેની અમુક જોગવાઇઓ અને મુશ્કેલીઓ ધ્યાનમાં લઇ દૂર માંગણી છે.

સૌથી મોટી મુશ્કેલી હોલમાર્ક કરાવવા માટે દાગીના ઉપર કરાતા યુનિક આઇડી નંબરની છે. જે એક સેન્ટ્રલ સિસ્ટમથી ઓનલાઇન આખા દેશમાં ક્રિએટ થશે. તો મોટાભાગના હોલમાર્ક સેન્ટરમાં ઓનલાઇન રિકવેસ્ટ મોકલવી અને પછી જે નંબર આવે તે નંબર દાગીના પર કરવો અને તેની વિગતનું સંપૂર્ણ રજીસ્ટર રાખવુ઼. આ પુરી પ્રક્રિયા બહુ લાંબી છે અને તેના માટે એક વધારાના માણસની જરૂર પણ ઉભી થશે. તેનાથી હોલમાર્કનો ખર્ચ આ સમય બન્ને વધી જશે અને મોટા શહેરોમાં તેનું વેઇટીંગ ચાલુ થઇ જશે. એટલે યુનીક. નંબરની જરૂરીયાત નાબુદ કરવા માંગણી છે.

આ રજુઆત જણાવેલ કે જેટલા પણ દાગીના હોલ માર્ક કરવા આવે તેની વિગત હોલમાર્ક સેન્ટરે યુનીક આઇ.નંબર સાથે રજીસ્ટરમાં રાખવી અને જે તે પેઢી સાથે તે રજીસ્ટરનો મેળ થવો અને તેમાં થયેલ કે ટેકનીકલ ભૂલ થયેથી સીધી જ ધરપકડ ની જોગવાઇ છે તે તદૃન અવ્યવહારૂ છે, મોટાભાગના નાના વેપારીઓ ઉચ્ચ શિક્ષીત ન હોવાથી અને નાના વેપારી હોવાની જાણકાર માણસને પણ રાખવો પરવડે નહીં. એટલે સ્વાભાવિક છે કે હોલ માર્ક સેન્ટર આ વેપારીના રજીસ્ટર વચ્ચે ઘણી વાર ફરક આવી શકે . ઉપરાંત હોલમાર્કિંગની બીજી અનેક મુશ્કેલીઓ છે.

(12:49 pm IST)