Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

૧૭ વર્ષ લેહ-લદાખ સહિતના ક્ષેત્રોમાં ફરજ બજાવી નિવૃત્ત થયલા ફોજીનું માદરે વતન નાકરામાં સ્વાગત

જૂનાગઢ : વર્ષ ૨૦૦૭માં તનતોડ મહેનત કરી નાકરાનો યુવાન જીગ્નેશ પરમાર ભારતીય સેનામાં જોડાયો. પિતા શિક્ષક તેમજ ઘરની આર્થિક સ્થિતી સારી હોવા છતા આ યુવાને દેશની રક્ષા કાજે ફોજી બનાવાનું પસંદ કર્યું અને અન્ય યુવાનોને પણ ભારતીય સેનામાં જોડાવા પ્રેરણા આપી છે. ૩૧/૦૭/૨૦૨૧ સુધી શ્રીનગર, લેહ-લદાખ તેમજ નાગાલેન્ડ સહિતના દુર્ગમ ક્ષેત્રેમાં ફરજ બજાવી જીગ્નેશે ભારતની સરહદની રક્ષા કરી આ યુવાન નીવૃત થતા માદરે વતન નાકરામાં શાનદાર સ્વાગત કરાયું હતું. બાટવા બાયપાસથી આઠ કિલોમીટર બાઇક રેલી તેમજ ખુલ્લી ઝીપમાં નીવૃત ફોજીનું ભારતીય સૈનીકને છાજે તેવુ ગ્રામજનો યુવાનોએ બેન્ડવાઝા પુષ્પહારથી સ્વાગત સન્માન કર્યું હતું. જેમાં દરેક સમાજના લોકો યુવાનો નીવૃત ફોજીના સ્વાગતમાં જોડાયા હતા. જીગ્નેશના પિતા નીવૃત શિક્ષક શ્રી કે.વી.પરમારે કહ્યું કે, આજે ભારતીય સેના અને તેના ઝાંબાજ સૈનીકો પર સૌને ગૌરવ છે. ભારતીય ફૌજ માં પોતાની ફરજ પૂર્ણ કરી નિવૃત્ત થયેલ જવાનો મુનેશભાઈ વાછાણી તથા વલ્લભભાઈ અઘેરા જૂનાગઢ ખાતે આવતા ભારત વિકાસ પરિષદ જૂનાગઢ શાખા દ્વારા જૂનાગઢ રેલ્વે સ્ટેશન પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું. સંસ્થા ના પ્રમુખ   ભાવેશભાઈ રાજાણી, પ્રાંત ઉપાધ્યક્ષ   ભાવિન ભાઈ ભીંડી, શાખા ઉપાધ્યક્ષ   તુષારભાઈ છત્રારા, ખજાનચી   કિરણસિંહ ગોહિલ, તેમજ પરેશભાઈ મારું દ્વારા ભારતમાતા ની છબી અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ.

(12:52 pm IST)