Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

મચ્છરોના બ્રિડીંગ મળતા સાણંદ જીઆઇડીસીના 46 ઔદ્યોગિક એકમોને નોટીસ સહિત 15 હજાર પેનલ્ટી ફટકારાઈ

મેલેરિયા અને ડેન્ગ્યૂ ચિકનગુનિયા જેવા રોગો ના થાય તે માટે જીઆઇડીસીની ફેક્ટરીઓમાં ક્રોસ ચેકિંગ કામગીરી કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી ડૉ.અનિલ ધામેલિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શૈલેષ પરમાર અને અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના આદેશથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ સુપરવાઇઝરો દ્વારા સાણંદ જીઆઇડીસીના  ઔદ્યોગિક એકમોની ચકાસણી કરવામાં આવી હતી. મચ્છરોના બ્રિડીંગ મળતા સાણંદ જીઆઇડીસીના 46 ઔદ્યોગિક એકમોને નોટીસ ફટકારવામાં આવી હતી. 

 અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા ચાંગોદર જીઆઇડીસી ખાતે મેલેરિયા અને ડેન્ગ્યૂ ચિકન ગુનિયા જેવા રોગો ના થાય તે માટે જીઆઇડીસીની ફેક્ટરીઓમાં ક્રોસ ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી. આ અગાઉ 15 દિવસ પહેલા પણ એકવાર માસમાં આ કામગીરી કરવામાં આવી હતી તે દરમિયાન 250 જેટલીની ચકાસણી કરી હતી અને એમાંથી 72 જેટલા યુનિટો નોટિસ આપવામાં આવી હતી.  આજે ફરીથી 72 યુનિટ હતા તેની ચકાસણી કરવામાં આવી અને એની સાથે સાથે અન્ય યુનિટ એટલે મળી કુલ 174 ચકાસણી કરવામાં આવી હતી જે પૈકી 46 મિનિટ નોટિસ આપવામાં આવી છે આ 46 પૈકી માત્ર છ યુનિટ જુના રિપિટ થયા છે. વિવિધ ફેક્ટરીઓને કુલ 15000 પેનલ્ટી લેવામાં આવેલ છે. કોઈ પણ તાવ મલેરિયા હોય શકે છે  એટલે તાવ આવે તો આરોગ્ય કાર્યકર અથવા તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઈને લોહીની તપાસ  કરાવવી જોઈએ. પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા જોઇએ. રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત 2022 સુધી ગુજરાત અને  2030  સુધીમા સંપૂર્ણ ભારત મેલેરિયા મુક્ત બને તેવા ઉદેશ્ય સાથે હાથ ધરાયેલી ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ જિલ્લા પંચાયત સંલગ્ન મેલેરિયા શાખા દ્વારા ઝુંબેશના ભાગરૂપે વાહક જન્ય રોગ નિયંત્રણ કામગીરી કરવામાં આવી રહી છે તેમ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ.

(6:31 pm IST)