Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

જેતપર તપોવન વિદ્યાસંકુલના ભૂલકાઓએ હર ઘર તિરંગા અભિયાનમાં દરેકને જોડાવવા સંદેશ આપ્યો.

મોરબી : તપોવન વિદ્યાસંકુલ જેતપર (મોરબી) દ્વારા આઝાદીના ૭૫ માં વર્ષની ઉજવણી નિમિતે હર ઘર તિરંગા અભિયાનને વેગવંતુ બનાવ્યું હતું જેમાં શાળાના ભૂલકાઓએ દરેક લોકોને અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી

દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનની જાહેરાત કરી છે જેમાં તપોવન વિદ્યાસંકુલનાં ધો- 1થી 5 ના ભૂલકાઓ દ્વારા હર ઘર તિરંગા અભિયાનમાં લોકોને જોડાવવા, દરેક લોકો સુધી રાષ્ટ્રભાવના નો સંદેશ પહોંચાડવા તથા રાષ્ટ્ર પ્રેમને ઉજાગર કરવા તેમજ દરેક લોકો માં દેશપ્રેમ જગાડવા માટેની રાષ્ટ્રીય પ્રવુતિ કરી હતી.
આ રાષ્ટ્રીય પ્રવૃત્તિ માં બાળકોને ભારત ની આઝાદી દરમિયાન બનેલ દરેક ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક ઘટનાઓ અને આઝાદી માં અમૂલ્ય ફાળો આપનાર મહાન લડવૈયાઓનો પરિચય પણ કરાવવામાં આવ્યો હતો.જેથી ભારત નું યુવાધન આપણા દેશ ના અમૂલ્ય વારસા થી પરિચિત થાય તેમજ આઝાદીનું મૂલ્ય સમજી શકે અને આઝાદી નું જતન કરવાનો ગુણ કેળવાય. તપોવન વિદ્યાસંકુલના દરેક વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક કાર્ય કરીને રાષ્ટ્રભક્તિનું ઉત્તમ ઉદાહરણ રજુ કર્યું હતું.

(12:33 am IST)