Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

કુંડલીયા કોલેજ દોડ સ્‍પર્ધામાં ઝળકી :

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા યોજાયેલ ઓપન સૌરાષ્‍ટ્ર ક્રોસ કન્‍ટ્રી ૧૦ કિમી દોડ યોજાયેલ હતી. જેમાં એમ.જે.કુંડલીયા આર્ટસ એન્‍ડ કોમર્સ મહિલા કોલેજની વિદ્યાર્થીની કું ભાર્ગવી જસવંતભાઇ પાટડિયા એ પ્રથમ સ્‍થાન પ્રાપ્‍ત સ્‍થાન પ્રાપ્‍ત કર્યું હતું. તેમજ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી -૨૦૨૧ બેંગ્‍લોર ખાતે નેશનલ યોજાયેલ હતી. તેમાં પણ પસંદગી પામેલ હતા. તેમજ તાજેતરમાં પંજાબ ખાતે ૨૧ દિવસનો એન.સી.સી. દ્વારા રાઇફલ શુટિંગનો કેમ્‍પ યોજાયેલ હતો તેમાં સારૂં પ્રદર્શન કરીને કોલેજનું ગૌરવ વધારેલ છે. કોલેજના ટ્રસ્‍ટી અલ્‍પનાબેન ત્રિવેદી પ્રિન્‍સીપાલ સ્‍મિતાબેન ઝાલા અને કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્‍યા હતા. તે પ્રસંગની તસ્‍વીરી ઝલક. 

(4:31 pm IST)