Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

કચ્‍છના નખત્રાણાને પાલિકાનો દરજ્‍જો આપવાની સૈધ્‍ધાંતિક મંજૂરીની જાહેરાત કરતા મંત્રી કિર્તીસિંહ વાઘેલા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૬ :  નખત્રાણા ખાતે કચ્‍છના પ્રભારી મંત્રી અને રાજયના શિક્ષણ રાજયમંત્રી કીર્તીસિંહ વાઘેલાએ રાજય સરકારે નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો આપ્‍યાનીᅠ સૈધ્‍ધાંતીક મંજૂરીની જાહેરાત કરીને ઉપસ્‍થિત લોકોને આનંદિત કરી દીધા હતા.

આ પ્રસંગે શિક્ષણ રાજયમંત્રી કીર્તીસિંહ વાઘેલાએ જણાવ્‍યું હતું કે, રાજયની વિકાસયાત્રા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ શરૂ કરી છે તેને આગળ ધપાવવા માટે આ સરકાર તત્‍પરતા થી આગળ ધપાવી રહી છે. નાના નખત્રાણા, મોટા નખત્રાણા અને બૈરૂ ગામનો સમાવેશ કરીને નખત્રાણાને નગરપાલિકા તરીકેનો દરજ્જો આપ્‍યાની જાહેર કરતાં મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, રાજય સરકારના લોક-કલ્‍યાણલક્ષી નિર્ણયથી આ નગરોનો હવે ઝડપી વિકાસ થશે. રાજય સરકારે વિકાસની લાગણી અને માંગણીને ધ્‍યાનમાં રાખીને આ દરજ્જો આપ્‍યો છે, એમ મંત્રીશ્રી એ આ પ્રસંગે ઉમેર્યું હતું

આ પ્રસંગે અબડાસાના ધારાસભ્‍ય પ્રદ્યુમ્‍નસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે, જનહિતાર્થે વિકાસકાર્યો કરવા સરકાર હંમેશા કટિબદ્ધ રહી છે. તેમણે ખુશી વ્‍યક્‍ત કરતાં નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો આપવા બદલ રાજય સરકાર પ્રત્‍યે આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

આ પ્રસંગે વિવિધ સંસ્‍થાઓ દ્વારા શિક્ષણ રાજયમંત્રીશ્રી અને કચ્‍છના પ્રભારી મંત્રીશ્રીનું શાલ અને મોમેન્‍ટો આપીને સ્‍વાગત કરાયું હતું.આ જાહેરાતને સ્‍થાનિક અગ્રણીઓ અને નખત્રાણાના નગરજનોએ વધાવી લીધી હતી.

આ કાર્યક્રમમાં નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ જયસુખભાઇ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન જયાબેન ચોપડા, આરોગ્‍ય સમિતિ ચેરમેન કરસનજી જાડેજા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન મહેન્‍દ્રસિંહ સોઢા,ᅠ તાલુકા સામાન્‍ય ન્‍યાય સમિતિ ચેરમેન લીલાબેન મહેશ્વરી, જિલ્લા પંચાયત સદસ્‍ય નયનાબેન પટેલ, સર્વશ્રી અગ્રણીઓᅠ કેશુભાઇ પટેલ, મુકેશભાઇ ચંદે, અનિરુધ્‍ધભાઇ દવે, દિલીપભાઇ પટેલ, રમેશભાઇ આહિર, દિનેશભાઇ નાથાણી, પુરૂષોતમભાઇ વાસાણી, રાજુભા જાડેજા, પાટીદાર સમાજ અગ્રણી અબજીભાઇ કાનાણી તેમજ મોટી સંખ્‍યામાં નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:48 am IST)