Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

નખત્રાણાને નગરપાલિકાનો દરજ્‍જો મળવાની જાહેરાતને સાંસદ વિનોદ ચાવડાનો આવકાર

વર્ષો જૂની માંગણી સ્‍વીકારવા બદલ રાજ્‍ય સરકારને આપ્‍યા અભિનંદન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૬ : નખત્રાણાની વર્ષો જૂની માંગણી અને વાસ્‍તવિક જરૂરિયાતને લક્ષમાં લઈ ગુજરાત સરકારે આજે નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે.

ગુજરાત સરકારના નિર્ણયને આવકરતા સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્‍યું હતું કે નખત્રાણા તાલુકા વિસ્‍તાર ખુબજ મોટો છે, લખપત અને અબડાસા તાલુકાનાં ઘણા બધા ગામડાઓનું ખરીદી સેન્‍ટર નખત્રાણા છે, નખત્રાણાના જન પ્રતિનિધિઓની વર્ષો જૂની માંગ હતી, નખત્રાણાને નગરપાલિકા દરજ્જો મળે માટે મારા તરફથી પણ લેખિત - મૌખિક ગુજરાત સરકારમાં રજૂઆતો કરવામાં આવેલ હતી. સાંસદશ્રીએ ગુજરાત સરકાર નો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

ગુજરાત રાજયનાં મંત્રીશ્રી તથા કચ્‍છના પ્રભારી કિર્તિસિંહ વાઘેલા એ આજે નખત્રાણા મધ્‍યે જાહેરાત કરી હતી. ગુજરાત સરકારે નખત્રાણાને વિકાસ ની ભેટ આપવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

(10:49 am IST)