Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ઉપરાષ્‍ટ્રપતિ વેંકૈયા નાયડુ સૌરાષ્‍ટ્રમાં : દ્વારકાધીશ ભગવાનના દર્શને

શ્રી સોમનાથ મહાદેવનું પૂજન અર્ચન : પોરબંદર કિર્તી મંદિરે પુષ્‍પાંજલી અર્પણઃ જામનગર એરપોર્ટ ખાતે આચાર્ય દેવવ્રતજી, ભૂપેન્‍દ્રભાઇ પટેલ સહિતના દ્વારા સ્‍વાગત

જામનગર :  જામનગર એરપોર્ટ ખાતે ઉપરાષ્‍ટ્રપતિ વેંકૈયા નાયડુનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થયુ હતું. જયાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજી મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ સહિતનાએ આવકાર્યા હતા. (તસ્‍વીર : કિંજલ કારસરીયા - જામનગર)

રાજકોટ, તા. ૬ :  ઉપરાષ્‍ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે સૌરાષ્‍ટ્રની એક દિવસની મુલાકાતે આવ્‍યા છે. આજે સવારે જામનગર એરપોર્ટ ખાતે આગમન થયા બાદ દ્વારકાધીશ ભગવાનના દર્શને ત્‍યારબાદ પોરબંદર કિર્તીમંદિર તથા શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરીને રાજકોટ થઇને દિલ્‍હી જવા રવાના થશે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર :

દેશના ઉપ રાષ્‍ટ્રપતિ  વેંકૈયા નાયડુજી દ્વારકાધીશના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા છે ત્‍યારે તેઓએ પોતાની યાત્રા દરમિયાન જામનગર એરફોર્સ સ્‍ટેશન ખાતે ટૂંકુ રોકાણ કર્યું હતું જ્‍યાં તેમને રાજ્‍યપાલ  આચાર્ય દેવવ્રતજી, મુખ્‍યમંત્રી  ભુપેન્‍દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રી  જીતુભાઈ વાઘાણી, મેયર મતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ  ધરમશીભાઈ ચનિયારા,  જ્‍વલંત ત્રિવેદી ચીફ પ્રોટોકોલ ઓફિસર, કલેકટર  ડૉ. સૌરભ પારઘી, એર કોમોડોર  આનંદ સોંધી, જિલ્લા પોલીસવડા  પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ આવકારી ઉષ્‍માપૂર્ણ સ્‍વાગત અને અભિવાદન કર્યું હતું.તેઓ જામનગર થી હેલિકોપ્‍ટરમાં દ્વારકાધીશ ભગવાનના દર્શને ગયા હતા.

વેરાવળ

(દિપક કક્કડ, દેવાભાઇ રાઠોડ દ્વારા) વેરાવળ :    પ્રભાસ પાટણ તા.૫: પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્‍યારે દેશ-વિદેશથી ભાવિકો મહાદેવને શીશ નમાવવા માટે આવ્‍યા છે. પવિત્ર શ્રાવણ માસમાં ઉપરાષ્‍ટ્રપતિશ્રી એમ.વેંકૈયા નાયડુ પણ પ્રથમ જ્‍યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવ્‍યા છે. ઉપરાષ્‍ટ્રપતિશ્રી દેવાધિદેવ મહાદેવના દર્શન-પુજન કરી ધન્‍યતા અનુભવશે. સોમનાથની મુલાકાત દરમિયાન ઉપરાષ્‍ટ્રપતિશ્રી સાથે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી સહિત અન્‍ય મહાનુભાવો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

નોંધનીય છે કે પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મંદિરમાં પ્રથમ જ્‍યોર્તિલિંગ ભગવાન સોમનાથના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડતો હોય છે. આ પવિત્ર ભૂમિ જીવ અને શીવની ભૂમિ છે. જ્‍યાં હિરણ-કપિલા અને સરસ્‍વતિનો ત્રિવેણી સંગમ પણ છે.

(12:12 pm IST)