Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

વઢવાણ-પ, ધ્રાંગધ્રા-બોટાદમાં ૪ ઇંચ વરસાદ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ફરી મેઘરાજા મહેરબાનઃ સર્વત્ર મેઘાવી માહોલ સાથે વરસતો હળવો-ભારે વરસાદ

પ્રથમ તસ્‍વીરમાં મોરબી તથા બીજી અને ત્રીજી તસ્‍વીરમાં ગોંડલમાં વરસેલ વરસાદ નજરે પડે છે. (તસ્‍વીરઃ પ્રવિણ વ્‍યાસ- (મોરબી), ભાવેશ ભોજાણી (ગોંડલ))
રાજકોટ તા. ૬ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગઇકાલથી ફરી વરસાદી માહોલ જામ્‍યો છે અને છેલ્લા ર૪ કલાકમાં સૌથી વધુ વરસાદ સુરેન્‍દ્રનગર જીલ્લાના વઢવાણમાં પ ઇચ જયારે ધ્રાંગધ્રા તથા બોટાદમાં ૪ ઇંચ વરસાદ વરસ્‍યો છે.
આજે સવારે પણ અનેક જગ્‍યાએ વરસાદી માહોલ સાથે હળવો ભારે વરસાદ વરસી જાય છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગરઃ ગોહિલવાડમાં અષાઢી માહોલ માં મેઘ મહેર વરસી રહી છે. સમગ્ર જિલ્લામાં અડધાથી ત્રણ ઈંચ વરસાદ પડ્‍યો છે. હજુ પણ વરસાદી માહોલ હોય વધુ વરસાદની સંભાવના છે.
ભાવનગર જિલ્લામાં મહુવામાં ત્રણ ઇંચ વલભીપુરમાં અઢી ઇંચ સિહોરમાં દોઢ ઇંચ ઉમરાળા અને જેસરમાં અડધો ઈંચ વરસાદ પડ્‍યો છે. ભાવનગર શહેર અને અન્‍ય તાલુકાઓમાં ફોટો છવાયો વરસાદ પડ્‍યો છે.
આજે સવારના ૬ વાગે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાનᅠ દરમિયાન ભાવનગરના મહુવા માં ૭૧ મી.મી. સિહોરમાંᅠ ૩૨ મી.મી. , ઉમરાળા માં ૧૫ , વલભીપુરમાં ૬૦ᅠ મી.મી. ભાવનગરમાં ૮ મી.મી. અને ગારીયાધાર માં ૫ મી.મી વરસાદ નોંધાયો છે.
આજે શનિવારે સવારે ભાવનગર શહેર માં વરસાદનું જોરદાર ઝાપટું વરસી ગયું હતું. શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ હોય હજુ વધુ વરસાદ પડવાની સંભાવના છે. ભાવનગર જિલ્લામાં અત્‍યાર સુધી સિઝનનો કુલ વરસાદ ૬૧૭ મી.મી. એટલે ૫૨ ટકા જેવો થવા પામ્‍યો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ મહુવામાંᅠ ૬૦૫ મી.મી. અને સૌથી ઓછો વરસાદ ઘોઘામાં ૧૯૫ મી..મી. નોંધાયો છે.
મોરબી
(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબીઃ મોરબી જીલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની સવારી ગઇકાલે આવી પહોંચી હતી હવામાન વિભાગની આગાહી પ્રમાણ મોરબી શહેરમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરુ થયો હતો અને મોરબી જીલ્લામાં સાર્વત્રિક વરસાદથી જગતનો તાત હરખાયો હતો.
મોરબી શહેર તેમજ મોરબી જીલ્લામાં ગ્રામ્‍ય પંથક અને શહેરી વિસ્‍તારમાં વરસાદી માહોલ જોવા મળ્‍યો હતો અને વરસાદી ઝાપટાથી લઈને સારો વરસાદ વરસ્‍યો હતો જેમાં મોરબી જીલ્લામાં
ᅠસવારે ૬ વાગ્‍યાથી બપોરે ૪ વાગ્‍યા સુધીમાં ટંકારા તાલુકામાં ૨૩ મીમી, માળિયા તાલુકામાં ૩૨ મીમી, મોરબી તાલુકામાં ૧૭ મીમી, વાંકાનેર તાલુકામાં ૦૬ મીમી અને હળવદ તાલુકામાં ૪૪ મીમી વરસાદ વરસ્‍યો હતો.ᅠ
મોરબી શહેરમાં વિઝીબીલીટી ઘટી ગઈ
સતત વરસાદી માહોલ વચ્‍ચે બપોરે મેઘરાજાએ વિરામ લીધો હતો જોકે વીઝીબીલીટી એકદમ ઘટી જવા પામી છે ઘુમ્‍મ્‍સીયા વાતાવરણમાં જેમ સાવ ધૂંધળું વાતાવરણ જોવા મળે તેવો જ નજારો આજે મોરબીમાં જોવા મળી રહ્યો છે વિઝીબીલીટી ખાસ્‍સી ઘટી જતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમરેલી
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : અમરેલી શહેરમાં ગત રાત્રીના ત્રણ વાગ્‍યાની આસપાસ એક - એક ઇચ વરસાદ વરસતા વરસાદી સટાસટીમાં ઘડીકમાં ચારે-કોર પાણી પાણી વહેતા થયા હતા જયારે અમુક વિસ્‍તારમાં પાણી ભરાયા હતા આ વરસાદથી લોકોમાં ખુશી છવાઇ હતી અને વાતાવરણમાં ઠંડક પસરી હતી. રાત્રી દરમ્‍યાન વરસેલ વરસાદ ૪૧ મી. મી. અને કુલ વરસાદ અમરેલીનો ૧૭ાા ઇંચ થયો હતો જયારે જાફરાબાદમાં એક ઇંચ અને બાબરામાં અર્ધા ઇંચ રાજૂલામાં અડધો ઇંચ લીલીયામાં ઝાપટા અને સા.કુંડલામાં સવા ઇંચ વરસાદ વરસી ગયેલ છે.
સુરેન્‍દ્રનગર
ચુડા        ૪પ મી. મી.
ચોટીલા    ૭ મી. મી.
થાનગઢ    ૧૪ મી. મી.
પાટડી        ૩૯ મી. મી.
ધ્રાંગધ્રા        ૧૦પ મી. મી.
મુળી        ૩૮ મી. મી.
લખતર        ૪મી. મી.
લીંબડી        ૬પ મી. મી.
વઢવાણ    ૧ર૦ મી. મી.
સાયલા        ર૭ મી. મી.
બોટાદ
ગઢડા        ૮૭ મી. મી.
બરવાળા    ૩૮ મી. મી.
બોટાદ        ૯૦ મી. મી.
રાણપુર    ૪૬ મી. મી.
ભાવનગર
ઉમરાળા    ૪પ મી. મી.
ગારીયાધાર    પ મી. મી.
જેશર        ૧ર મી. મી.
ભાવનગર    ૧૩ મી. મી.
મહુવા        ૭૧મી. મી.
વલ્લભીપુર    ૮૦ મી. મી.
શિહોર        ૩ર મી. મી.
મોરબી
માળીયા મિંયાણા    ૪૩ મી. મી.
મોરબી        રપ મી. મી.
હળવદ        ૬૪ મી. મી.
ટંકારા        ર૬ મી. મી.
વાંકાનેર    ૮ મી. મી.
કચ્‍છ
અંજાર        પ૭ મી. મી.
ગાંધીધામ    ૧૦ મી. મી.
નખત્રાણા    ર મી. મી.
ભચાઉ        ૧૩ મી. મી.
ભુજ        ૩૪ મી. મી.
માંડવી        ૧૮ મી. મી.
રાપર        ર૧ મી. મી.
લખપત        ૩ મી. મી.
જામનગર
જામનગર    ૧પ મી. મી.
કાલાવડ    ૧૬ મી. મી.
જોડીયા        ૩૦ મી. મી.
ધ્રોલ        પ૩ મી. મી.
લાલપુર    ૭ મી. મી.
રાજકોટ
કોટડા સાંગાણી    ૭ મી. મી.
ગોંડલ        ૧૦ મી. મી.
જામકંડોરણા    ર૯ મી. મી.
પડધરી        ૮ મી. મી.
રાજકોટ    ૪ મી. મી.
લોધીકા        ૪ મી. મી.
વિંછીયા    ર મી. મી.
જેતપુર        ૩૭ મી. મી.
ધોરાજી        ૪ મી. મી.
જુનાગઢ
કેશોદ        ૬ મી. મી.
જુનાગઢ    ર૧ મી. મી.
મેંદરડા        પ મી. મી.
માંગરોળ    ર૬ મી. મી.
માળીયા હાટીના    ૪૦ મી. મી.
વંથલી        ૧૧ મી. મી.
વિસાવદર    ર૬ મી. મી.
અમરેલી
અમરેલી    ૪૧ મી. મી.
જાફરાબાદ    રપ મી. મી.
બાબરા        ર૪ મી. મી.
રાજૂલા        ૧૩ મી. મી.
લાઠી        ૧૪ મી. મી.
લીલીયા    ૭ મી. મી.
સાવર કુંડલા    ર૯ મી. મી.
પોરબંદર
પોરબંદર    ૩૧ મી. મી.
રાણાવાવ    ૧૩ મી. મી.
કુતિયાણા    રપ મી. મી.
દેવભૂમિ દ્વારકા
ખંભાળીયા    ૪ મી. મી.
દ્વારકા        ૮ મી. મી.
ભાણવડ    પ મી. મી.
ગીર સોમનાથ
ઉના         ૮૭ મી. મી.
કોડીનાર    ર૯ મી. મી.
ગીરગઢડા    પ૬ મી. મી.
તાલાલા    ૩૧ મી. મી.
વેરાવળ    ૧૯ મી. મી.
સુત્રાપાડા    ૪ર મી. મી.

 

(12:20 pm IST)