Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

બગસરામાં મહિલાઓ દ્વારા શીતળા સાતમની ઉજવણી કરાઈ

બગસરા :  દર વર્ષની જેમ આ વર્ષે પણ શીતળા સાતમની આસથાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પહેલી શીતળા સાતમ એટલે કણબીની સાતમ તરીકે ઓળખાય છે. જેમાં વહેલી સવારથી જ બગસરાના કોલેજ રોડ પર આવેલ શીતળા સાતમના મંદિરે મહિલાઓ પૂજા અર્ચના કરવા આવે છે. જેમાં સૌ પ્રથમ શીતળા માને કુલર ચડાવી શ્રીફળ વધેરી અગરબત્તી કરી માથું ટેકવી પૂજા કરવામાં આવે છે વહેલી સવારથી જ મહિલાઓની ભીડ શરૂ થઈ જાય છે અને મંદિર આસપાસ મેળા જેવો માહોલ છવાઈ જાય છે. બગસરાના કોલેજ રોડ પર આવેલ શીતળા માતાજીના મંદિર બહુ જ પ્રખ્‍યાત છે અને આ મંદિરને ૬૨ વર્ષ જેવો સમય થયો છે અને સૌ પ્રથમ બગસરામાં આ શીતળા માતાજીનું મંદિર એક જ હતું અને બગસરા ની તમામ મહિલાઓ આ મંદિરે શીતળા સાતમના દિવસે પૂજા અર્ચના કરવા આવતી હતી. (તસ્‍વીર-અહેવાલ : સમીર વીરાણી બગસરા)

(1:28 pm IST)