Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

જૂનાગઢ મહિલા શરાફી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઇ

જૂનાગઢ : બહેનો દ્વારા અને બહેનો માટે ચાલતી આ મંડળી આર્થિકજરૂરિયાતમંદ બહેનો માટે ખુબ લાભદાઈ છે છેલ્લા ૩૦ વર્ષથી જુનાગઢ ખાતે આ મહિલા શરાફી મંડળી કાર્યરત છે અને તેના આર્થિક સચોટ નાણાકીય વ્‍યવહાર માટે ગાંધીનગર ખાતેથી એવોર્ડ પણ પ્રાપ્ત કરેલ છે.નવા વર્ષની વ્‍યવસ્‍થાપક કમિટીની રચના કરવામાં આવેલ. જેમા પ્રમુખ રસીલાબેન સોઢા ઉપ પ્રમુખ તરીકે સાધનાબેન નિર્મળ અને મંત્રી તરીકે રૂપલબેન લખલાણીની નીમણુંક કરવામાં આવેલ. અન્‍ય ડિરેક્‍ટર તરીકે પૂર્ણિમાબેન ખંડેરીયા,  માલીનીબેન વસાવડા,  પૂર્ણિમાબેન માંકડ, જસુબેન મહેતા, અલકાબેન ઉપાધ્‍યાય, અમીષાબેન માંકડ, હિનાબેન મજમુદાર, પ્રતિભાબેન ઠાકરની નિમણૂંક કરવામાં આવી. આ તકે બહોળી સંખ્‍યામાં સંસ્‍થાના સભાસદો હાજર રહ્યા હતા. આ તકે મંડળીમા ૩૦ વર્ષ સેવા આપી સ્‍વૈચ્‍છિક નિવળત્તિ લેનાર ઈન્‍દુબેન ઠક્કરનું સન્‍માન કરવામા આવેલ. ઉપસ્‍થીત સભાસદોમાંથી આરતીબેન જોષી અને રોહીણીબેન આચાર્યએ મંડળી વિષેનો પ્રતિભાવ આપેલ.(તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(1:29 pm IST)