Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

સાવરકુંડલામાં જુગાર રમતા પાંચ ઝડપાયા

 અમરેલી : સાવરકુંડલા જેસરરોડ શ્રમજીવીનગર વિસ્તારમાં રેઇડ કરતા જાહેરમાં ગંજીપત્તાના પાના વડે હારજીતનો જુગાર રમતા રોકડા રૃપિયા ૧૦,૧૭૦ સાથે (૧) મનસુખભાઇ ભીખાભાઇ ગોહીલ (ઉવ.૪૦) ધંધો.શાકભાજી વેચવાનો (૨) જગદીશભાઇ ગોરધનભાઇ પરમાર (ઉવ.૩૫) ધંધો મજુરી, (૩)હિમતભાઇ સોમાંતભાઇ સાંથળા (ઉવ.૪૮) ધંધો.ડ્રાઇવીંગ (૪) રાજુભાઇ પથુભાઇ મકવાણા (ઉવ.૫૦) ધંધો. મજુરી (૫) સુનીલભાઇ ઉર્ફે ઘટી પથુભાઇ મકવાણા (ઉવ.૪૦) ધંધો મજુરી રહે. સાવરકુંડલા શ્રમજીવીનગર, ખોડીયારનગરને ઝડપી લીધા હતા.

(4:36 pm IST)