Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

પૂ. પંન્યાસપ્રવરશ્રી ચંદ્રશેખર વિ.મ.સા.ની ૧૧મી પુણ્યતિથિએ મહામહોત્સવ : પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ કલ્યાણકની ઉજવણી

ગિરનાર તીર્થ ખાતે જૈનાચાર્ય હેમવલ્લભસુરિજી મ.સા. પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શન વિજયજી મ.સા.ની પાવન મિશ્રા

રાજકોટ,તા. ૬ : ગિરનાર તીર્થની ગોદમાં ગિરનાર દર્શન યાત્રિક ભવન ખાતે જૈનાચાર્ય હેમવલ્લભસુરિજી મહારાજ અને પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજની પાવન નિશ્રામાં યુગપ્રધાન આચાર્ય સમ પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજની ૧૧મી પુણ્યતિથિ નિમિતે ત્રિદિવસીય મહામહોત્સવના મંડાણ થયા છે. સોનામાં સુગંધ ભળે તેમ ત્રેવીસમાં તીર્થકર પ્રચંડ પુણ્યના માલિકશ્રી પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ કલ્યાણકની ઉજવણી પણ દબદબાભેર થઇ હતી.

યુગપુરૃષ પંન્યાસશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજની ૧૧મી પુણ્યતિથિના ઉપક્રમે પ્રથમ દિવસે 'કેશરીયો રંગ જિનશાસનનો આપજો' શાસન સંવેદનાનો સુંદર કાર્યક્રમ તપોવની વિરાજશાહ દ્વારા યોજાયો હતો. પૂ.પંન્યાસ પદ્મદર્શનવિજયજી મહારાજે જણાવ્યુ હતુ કે, જ્યાં અનુશાસન છે ત્યાં જ પ્રભુનું શાસન છે. આજે કયાંય અનુશાનસન નથી રહ્યું. દરેક પોત-પોતાની રીતે જીવી રહ્યા છે. સૈનિકો છે પણ સેનાપતિ નથી બધા જ નેતા થવા જાય છે. નેતૃત્વ કરી શકે તેને નેતા કહેવાય. પણ આવું સબળ અને સક્ષમ નેતૃત્વ સ્વીકારી શકે તેની પ્રવેશવા લાગી છે ત્યારે બાહોશ અને બહાદુર રાષ્ટ્રના ઘડવૈયા, સંસ્કૃતિનાં સંદેશવાહક અને ધર્મના પ્રહરીની જરૃર છે.

પૂ. ગુરુમૈયા તરીકે પ્રસિધ્ધિ પામેલા પૂ.પંન્યાસ શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ સોરઠના સાવજની જેમ રાષ્ટ્ર, સંસ્કૃતિ અને ધર્મની સામે વિદ્રોહ કરનાર પ્રત્યે ત્રાટકયા હતા. પૂ. ગુરુમૈયા સંત તરીકે તો શ્રેષ્ઠ જીવન જીવ્યા હતા પણ શાસનના એક વફાદાર સૈનિક તરીકેનું પણ જીવન જીવ્યા હતા તેઓશ્રીની સુક્ષ્મની સાધનાના કારણે અને તેજાબી પ્રવચનોના કારણે એક વૈચારિક કાન્તિ યુવા જગતમાં આવી હતી.

(1:43 pm IST)