Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

મોરબી જિલ્લા કોંગ્રેસનું જીએસટી મામલે વિરોધ પ્રદર્શન,સૂત્રોચાર

(પ્રવિણ વ્‍યાસ દ્વારા), મોરબી, તા.૬: સરકારે આડેધડ જીએસટી લગાવીને પ્રજાને મોંઘવારીના માર વચ્‍ચે પીસાવવા મજબૂર કરી હોવાના આક્ષેપ સાથે આજે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્‍યું હતું અને વિવિધ ચીજવસ્‍તુઓ ઉપર જીએસટી નાખી અને હવે બાકી રહી ગયું હતું તો ભક્‍તિના પર્વ સમાન ગરબા ઉપર પણ જીએસટી નાખીને ભાજપ સરકારે લૂંટ મચાવી હોવાના આક્ષેપ સાથે બેનેરો લઈને સૂત્રોચ્‍ચાર કર્યા હતા. કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ ધરણા કરી સરકાર વિરુદ્ધ ઉગ્ર દેખાવો કરી પ્રજા વિરોધી નિર્ણયો પરત ખેંચવા માંગ કરી હતી.

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ જણાવ્‍યું હતું કે, બીજેપી સરકાર દ્વારા આવશ્‍યક ચીજવસ્‍તુઓ જેવી કે ઘઉંનો લોટ,મધ,ગોળ, અનાજ, દૂધ, દહી, પનીર જેવી વસ્‍તુઓ પર જીએસટી (ઞ્‍લ્‍વ્‍) લગાવવાના કારણે ભાવમાં આકરો વધારો થયો છે. આ મોંઘવારી ના કારણે પ્રજાજનો પર અસહ્ય બોજ વધી ગયો છે. અત્‍યંત અસંવેદનશીલ અને સરમુખત્‍યારી કેન્‍દ્રની ભાજપ સરકારના અવિચારી અને  પ્રજાવિરોધી નિર્ણયો પ્રજાજનોની હાડમારીમાં વધારો કરી રહ્યા છે. વધુમાં દેશમાં ગ્રામીણ અને શહેરી વિસ્‍તારો માં બેરોજગારીમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ભાજપ સરકારની અવિચારી, વિવાદાસ્‍પદ અગ્નિપથ જેવી યોજના પણ બેરોજગાર યુવાનોની આકાંક્ષાઓને નષ્ટ કરી રહી છે. હાલ માં ચાલી રહેલ સંસદ સત્રમા સંસદ અને સંસદની બહાર કોંગ્રેસ પક્ષ દ્વારા આ મુદ્દે આક્રમક પ્રદર્શન કર્યું પણ બહેરી મુંગી કેન્‍દ્ર સરકાર ઉપર કોઈ અસર થઈ નથી.

તાજેતરમાં કેન્‍દ્ર સરકાર દ્વારા આવશ્‍યક અને જીવન જરૂરી ચિજવસ્‍તુઓમાં લગાવેલ આકરા ટેક્‍સથી બેફામ ભાવ વધારો થયેલ છે, જેને કારણે થયેલ ભીષણ મોંધવારી અને બેરોજગારીથી પીડાતી પ્રજા વતી ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ વ્‍યકત કરવા મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતિભાઈ પટેલ દ્વારા પ્રજાનો અવાજ સરકાર ને પહોંચાડવા વિરોધ  પ્રદર્શન અને ધરણા કરીને આવશ્‍યક ચીજ વસ્‍તુઓ પર નો લગાવેલ જીએસટી નાબૂદ કરવામાં આવે. ગરબા જેવા સાંસ્‍કળતિક કાર્યક્રમો ઉપર જીએસટી ટેક્‍સ નાખીને હિન્‍દુઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે. સ્‍મશાનમાં વપરાતા લાકડા ઉપર ટેક્‍સ નાખીને મળત્‍યુનો મલાજો પણ જાળવી નથી શકતી. પેટ્રોલ,ડીઝલ, ગેસના ભાવ આસમાને છે જેને કારણે લોકોને જીવવું મુશ્‍કેલ બની ગયું છે. મોંઘવારીને અંકુશ માં રાખી ગરીબો, મજૂરો, કિસાનો અને મધ્‍યમ વર્ગને રાહત મળે તેવા નિર્ણયો સરકારે તાત્‍કાલિક લેવા જોઈએ તેવી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ માંગણી કરી છે.

(1:46 pm IST)