Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે મોસમનો કુલ વરસાદ ૨૨.૨૯ ટકા

સૌથી વધુ ૧૦૦.૪૬ ટકા વરસાદ માણાવદરમાં

 

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૬ : જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે મોસમનો કુલ વરસાદ ૭૭.૨૯ ટકા થયો છે. જેમાં સૌથી વધુ ૧૦૦.૪૬ ટકા વરસાદ માણાવદર પંથકમાં નોંધાયો છે.

 છેલ્લા ૨૪ કલાક દરમ્યાન જૂનાગઢ જિલ્લામાં કુલ ૩૦ મીમી મેઘ મહેર થયા બાદ આજે પણ સવારથી જૂનાગઢ સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસી રહ્યા છે.

દરમ્યાન જૂનાગઢ જિલ્લામાં આજે સવાર સુધીમાં સીઝનનો કુલ વરસાદ ૭૭.૨૯ ટકા થઇ ચૂકયો છે.

જેમાં જિલ્લાના કેશોદમાં સૌથી ઓછો ૫૯.૪૧ ટકા વરસાદ કેશોદ તાલુકાનો છે.

જ્યારે જૂનાગઢ સીટી અને ગ્રામ્યમાં ૭૮.૬૬ ટકા, ભેંસાણ-૬૩.૭૦ ટકા, મેંદરડા-૭૩.૧૫ ટકા, માંગરોળ-૮૦.૮૮ ટકા, માળીયા ૭૨.૮૦ ટકા તેમજ વંથલી ૭૯.૦૩ ટકા અને વિસાવદર તાલુકામાં મોસમનો કુલ વરસાદ ૭૭.૨૯ ટકા થયો છે. અને હજુ પણ ચોમાસુ ચાલુ હોવાથી તમામ તાલુકામાં વરસાદનો આંક વધવાની શકયતા છે.

(1:58 pm IST)