Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

જામકંડોણામાં વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમનઃ એક ઇંચ વરસ્‍યો

 (મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા, તા., ૬: વિરામ બાદ કાલે ફરી મેઘરાજાનું આગમન થયું છે. આજે વહેલી સવારથી સતત ધીમી ધારે વરસાદ વરસી રહયો છે. સવાર સુધીમાં ર૮ મી.મી. (એક ઇંચ) વરસાદ વરસ્‍યો હતો. હાલમાં પણ ધીમીધારે વરસાદ ચાલુ છે. આ સમયસરના વરસાદથી ખેતીના પાકોને ફાયદો થતા ખેડુતોમાં ખુશી જોવા મળી છે. (૪.૮)

(1:59 pm IST)