Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ભાજપમાં અહંકાર આવી ગયો છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઇલુ - ઇલુ પૂર્ણ થયું : અરવિંદ કેજરીવાલના જામનગરમાં ભાજપ સરકાર સામે ચાબખા

જામનગરના વેપારીઓની સમસ્યા જાણીને તે પૂર્ણ કરવા ગેરંટી આપીશું : કાલે છોટાઉદેપુરના બોડેલીમાં આદિવાસીઓના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટીનો પ્લાન જાહેર થશે

જામનગર તા.૬ :   આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે જામનગરની મુલાકાતે આવ્યા છે જામનગર ખાતે આજે તેઓએ વેપારીઓના પ્રશ્નો સાંભળ્યા છે તેમના પ્રશ્નો હલ કરવા માટે ગેરંટી આપવામાં આવશે. જ્યારે આવતીકાલે છોટાઉદેપુરના બોડેલીમાં જાહેર સભા સંબોબશે. અને આદિવાસીઓના પ્રશ્નો હલ કરવા માટે પ્લાનની જાહેરાત કરાશે.
         આજે જામનગર એરપોર્ટ ખાતે પત્રકારોની સાથેની વાતચીતમાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ભાજપ 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરે છે તેમ છતાં પ્રશ્નોના હલ થયા નથી ભાજપમાં અહંકાર આવી ગયો છે.લોકો પણ ભાજપથી નારાજ છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઇલુ - ઇલુ હતું તે પૂર્ણ થયું છે.
           જામનગર ખાતે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા , ઈશુદાન ગઢવી , યુવરાજસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા

(4:04 pm IST)