Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ભાવનગરના ઉમરાળામાં ત્રણ ઇંચ ગારિયાધારમાં પોણા બે ઇંચ અને શિહોરમાં એક ઇંચ વરસાદ

વલભીપુરમાં અડધો ઇંચ વરસાદ: તળાજા ,ભાવનગર અને જેસરમાં છુટાછવાયા વરસાદના ઝાપટાં

( વિપુલ હિરાણી દ્વારા )  ભાવનગર: ગોહિલવાડમાં અષાઢી માહોલ માં મેઘ મહેર વરસી રહી છે. સમગ્ર જિલ્લામાં અડધાથી ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે.
ભાવનગર જિલ્લાના ઉમરાળામા ત્રણ ઇંચ વરસાદ પડી ગયો છે. જ્યારે ગારિયાધારમાં પોણા બે ઇંચ વરસાદ અને શિહોરમાં એક ઈંચ વરસાદ પડ્યો છે. વલભીપુરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે અને તળાજા ,ભાવનગર અને જેસરમાં છુટાછવાયા વરસાદના ઝાપટાં વરસી ગયા હતા.
ભાવનગર જિલ્લામાં આજે સવારના 6 થી સાંજના 6 દરમિયાન  દરમિયાન ભાવનગરના ઉમરાળામાં  71 મી.મી. ગારીયાધારમાં  41 મી.મી.સિહોર માં 20 મી.મી.વલભીપુરમાં 16મી.મી. તળાજા માં 8 મી.મી. ભાવનગર માં 5 મી.મી. અને જેસર માં 2 મી.મી વરસાદ નોંધાયો છે.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 32.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન 24.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 83 ટકા અને પવનની ઝડપ 8 કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી.

(7:37 pm IST)