Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

મોરબી: વીમા કંપનીએ મેડીક્લેમ ચૂકવવાનો ઇન્કાર કર્યો, મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ ન્યાય અપાવ્યો.

મોરબી : આજકાલ એવા અનેક બનાવો સામે આવી રહ્યા છે. જેમાં વીમા કંપની દ્વારા કલેમ ધારકને નાના-મોટા મુદ્દાઓના આધારે વીમો ચુકવવાની મનાઈ ફરમાવવામાં આવે છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો જેમાં રાજકોટ નાગરિક બેંકના નિવૃત કર્મચારી કિશોરભાઈ પલાણને મેડિક્લેમ બાબતે વીમા કંપનીએ વાંધાઓ રજૂ કરી મેડીક્લેમ ચૂકવવાની મનાઈ ફરમાવી હતી.

જે બાબતે કિશોરભાઈએ મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાનો સંપર્ક કર્યો હતો અને તેમના મારફતે ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં વીમા કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ મુદ્દે લાલજીભાઈની ધારદાર દલીલો દ્વારા એવું સાબિત થયું હતું કે, કિશોરભાઈને મેડીક્લેમ મળવા પાત્ર છે. જેને પગલે ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા કિશોરભાઈની તરફેણમાં ચુકાદો જાહેર કરવામાં આવ્યું હતું અને વીમા કંપનીને રૂ. 43,605 તા. 9 ઓગસ્ટ 2020 થી 7% ના વ્યાજ દરે અને રૂપિયા 3000 ખર્ચ ચૂકવવા આદેશ કરવામાં આવ્યો હતો.
આ મામલે મોરબી જિલ્લા ગ્રાહક સુંદર ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું હતું ગ્રાહકોએ પોતાના હક માટે લડવું જોઈએ અને કોઈપણ સમયે તેમનો સંપર્ક કરી શકે છે. જો આ રીતે ગ્રાહક તેના હક માટે નહીં લડે તો ક્યારેય તેમને ન્યાય નહીં મળે

 

(10:36 pm IST)