Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

મોરબીમાં મંડપ સર્વિસમાંથી લાખોના સામાનની ચોરી કરનાર 5 ઝડપાયા.

એક સગીર વયનો આરોપી પણ પકડાયો : ચોરી બાદ રૂ. ૧.૬૮ લાખનો સામાન ભંગારના ડેલામાં આપી દીધો હતો, પોલીસે ત્યાંથી સામાન કબ્જે કર્યો

મોરબીમાં મંડપ સર્વિસમાંથી રૂ. ૧.૬૮ લાખના સામાનની ચોરી કરનાર પાંચ શખ્સોને એ ડિવિઝન પોલીસે ઝડપી લીધા છે. આ સાથે ચોરીમાં સંડોવાયેલ એક સગીર વયના આરોપીને પણ પોલીસે પકડી પાડ્યો છે. ઉપરાંત પોલીસે ચોરીનો માલ ભંગારના ડેલામાંથી રિકવર પણ કર્યો છે.

પોલીસે જાહેર કરેલ વિગતો અનુસાર ગત તા.૨૭/૯/૨૦૨૨ ના રોજ રાત્રીના સમયે મોરબીમાં લાતીપ્લોટ શેરીનં.રમાં આવેલ શીવમંડપ સર્વીસમાથી મંડપ સર્વીસની અલગ અલગ વસ્તુઓની ચોરી થયેલ હોય જે અનુસંધાને મોરબી સીટી એ ડીવી પો.સ્ટે.ના સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન મળેલી બાતમીને આધારે તેમજ નેત્રમ સીસીટીવી કેમેરાની મદદથી ચોરીમા ઉપયોગ થયેલ લોડીંગ વાહનમા ચાર ઈસમો લીલાપર રોડ સરકારી આવાસ યોજના સામેથી મળી આવતાં તેઓને વિશ્વાસમા લઇ યુકિત પ્રયુક્તિ થી પુછપરછ કરતા તેઓએ આ ચોરી કરેલાની કબુલાત આપેલ હતી.જેથી પોલીસે હિતેશભાઇ દીલીપભાઇ પાટડીયા)રહે.કબીર ટેકરી, શેરી નં ૪, )આકાશભાઇ મનોજભાઇ લમેણીયા દે,પુ,( રહે, લીલાપર રોડ, નીલ કમલ સોસાની બાજુમાં) અજયભાઇ સવજીભાઇ કુંઢીયા(રહે.મોરબી-ર માળીયા ફાટક પાસે ઉમાટાઉન શીપનાગેઇટ થી આગળ )અને આશીફભાઇ હમીદભાઇ દેખ (રહે.મોરબી માળીયા ફાટક પાસે કાંતીનગરવાળા) ની ધરપકડ કરી છે.
આ ચોરીનો માલ હાજીભાઇ મુસાભાઇ ખુરેશી રહે.મોરબી કબીર ટેકરી વાળાને આપેલ હોય જેથી આ શખ્સના મોરબી-ર સર્કીટ હાઉસ સામે આવેલ ભંગારના ડેલામાંથી ચોરીમાં ગયેલ મુદામાલ રીકવર કરવામા આવેલ છે. સાથે તેમની પણ ધરપકડ કરવામાં આવેલ છે. તેમજ એક સગીરવયના બાળકિશોરની સંડોવણી ખુલતા તેને જુવેનાઇલ કોર્ટમા રજુ કરવામાં આવેલ છે.આમ પાંચેય આરોપીઓ તેમજ એક સગીર વયના બાળકિશોર વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સાથે પોલીસે ચોરીમાં ગયેલ મંડપ સર્વીસનો તમામ મુદામાલ કિ.રૂ.૧૬૮૭૫૦ અને માલવાહક વાહન નં.જી.જે.૩૬-વી.-૧૯૯૪ કિ.રૂ.૨,૦૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ કામગીરીમાં એ ડિવિઝન પીઆઇ એમ.પી.પંડયા માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ આર.પી .રાણા, એ.એસ.આઇ કિશોરદાન ગઢવી, કિશોરભાઇ પારઘી, મનસુખભાઇ દેગામડીયા, પો.કોન્સ ચકુભાઇ કરોતરા, સિધ્ધરાજસિંહ જાડેજા, હિતેષભાઇ ચાવડા, આર્શીભાઇ રાઉમા તથા તેજાભાઇ ગરચર રોકાયેલ હતા.

 

(2:57 pm IST)