Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

રાપરમાં છોટા હાથી પલ્ટી ખાઈ જતાં ૨૫ ને ઈજા, ૨ ગંભીર

નાનકડા વાહનમાં ૩૦ પ્રવાસીઓ ભર્યા હતા, રોડ સેફ્ટીના સરકારી કાયદાઓની આંખે 'હપ્તા'ના પાટા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૬

રોડ સેફ્ટી અંગે ના કાયદાઓ માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કે રાજ્યના મંત્રી પૂર્ણેશ મોદી ગમે તેટલા દાવાઓ કરે પણ રસ્તા ઉપર ભયજનક રીતે દોડતા વાહનો યમદૂત સમા બની રહ્યા છે. તેનું કારણ કાયદાનું રક્ષણ કરનારની આંખો ઉપર બંધાયેલા 'હપ્તા' ના પાટા છે. કચ્છના રાપરના ફતેહગઢ ગેડી ગામ વચ્ચે છોટા હાથી પલ્ટી ખાઈ જતાં ૨૫ થીએ વધુ પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે ૨ ની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. ઇજાગ્રસ્ત પૈકી ધનીબેન કાનજી કોળી અને મહેન્દ્ર ગંગારામ કોળી બન્ને ગંભીર હોઈ સારવાર હેઠળ છે. જ્યારે અન્ય ને ક્યાંક છોલછામ કે એકાદ ને ફ્રેકચર જેવી ઈજા છે. અકસ્માત બાદ ઘાયલોને ૧૦૮ મારફત હોસ્પિટલ માં ખસેડાયા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે, છોટા હાથી જેવા નાનકડા વાહનમાં ૩૦ પ્રવાસીઓ ને બેસાડવા ની હકીકત કાયદાઓ માત્ર કાગળ ઉપર હોવાનું જ દર્શાવે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં રોડ ઉપર દોડતા પ્રવાસી વાહનો નિયમોનો છેડેચોક ભંગ કરી નિર્દોષ પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકે છે એ કડવી વાસ્તવિકતા છે.

 

(9:56 am IST)