Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

આદિપુરમાં અભ્યાસ કરતા કેશોદના છાત્રનો મોબાઈલ ચોરાયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૬

મૂળ કેશોદના અને હાલે આદિપુરની તોલાણી કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા છાત્ર યશ પરેશભાઈ સામતા (સોની) નો મોબાઈલ મંદિરમાંથી ચોરાઈ ગયો છે. ૧૮ વર્ષીય યશ આદિપુર તોલાણી કોલેજની બોયઝ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે. ગઇકાલે રાત્રે તે આશાપુરા માતાજીના મંદિરે ગયો હતો ત્યાં જમવા બેઠો ત્યારે મોબાઈલ બાજુમાં રાખ્યો હતો. પણ, જમી ઊભો થયો તે દરમ્યાન મોબાઈલ ચોરી થઈ ગયો હતો. ૧૧૦૦૦ રૂ.ની કીમત ના આ મોબાઇલ ચોરીની ફરિયાદ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:30 pm IST)