Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

અદાણી ગ્રુપ ભારતના સૌથી મોટા ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે નું નિર્માણ કરશે

મેરઠ પ્રયાગરાજ વચ્ચે સિક્સ લેન ગંગા એકસપ્રેસ હાઈવે બનાવશે : લેન્ડર્સ પાસેથી રુ.૧૦,૨૩૮ કરોડના ધિરાણો અંકે કર્યા. કંપની રુ.૬,૮૨૬ કરોડની ઇક્વીટી નાખશે, રુ.૫,૯૯૬ કરોડનું વાયેબલ ગેપ ફન્ડીગ (VGF)

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૬

 અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની સંપૂર્ણ માલિકીની બુદૌન હરદોઇ રોડ પ્રા.લિ. (BHRPL), હરદોઇ ઉનાવ રોડ પ્રા.લિ. (HURPL) અને ઉનાવ પ્રયાગરાજ રોડ પ્રા.લિ. એ ઉત્તર પ્રદેશમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ અંતર્ગત ટોલ  (DBFOT) આધારિત ૬ લેઇનના (આઠ લેનના વિસ્તરણનો અવકાશ) એક્સેસ-કંટ્રોલ્ડ ગ્રીનફિલ્ડ ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટ (ગ્રુપ-II, III& IV)  માટે ધિરાણ મેળવવા માટે ફાયનાન્સિઅલ ક્લોઝર પ્રાપ્ત કર્યું છે. આ પ્રોજેક્ટનો કન્સેસન સમયગાળો ૩૦ વર્ષ છે.  

મેરઠને પ્રયાગરાજ સાથે જોડનારો ટોલ (DBFOT)ના ધોરણે અમલમાં મૂકાયેલો ઉત્તર પ્રદેશનો ગંગા એક્સપ્રેસવે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે હશે.અદાણી એન્ટરપ્રાઇઝ લિ. આ રોડની ૫૯૪ કિલોમીટર લંબાઈમાંથી બુદૌનથી પ્રયાગરાજ સુધીના ૪૬૪ કિલોમીટરનું નિર્માણ કરશે, જેમાં એક્સપ્રેસવે પ્રોજેક્ટનો ૮૦% હિસ્સો છે.

અદાણી એન્ટરપ્રાઈઝ લિ.ના રોડ બિઝનેસના સીઈઓ શ્રી કે પી મહેશ્વરીએ જણાવ્યું હતું કે, "ભારત તેના વિકાસ માટે આવશ્યક માર્ગોના આંતરમાળખાનું વિક્રમી ગતિએ નિર્માણ કરી રહ્યું છે ત્યારે  સમગ્ર દેશમાં અત્યંત જરૂરી રોડ કનેક્ટિવિટી પૂરી પાડવાના કાર્યમાં સહભાગી થવાનો અમને આનંદ છે." “ ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટ્સ (BHRPL,HURPL) માટે ર. ૧૦,૨૩૮ કરોડના સંપૂર્ણ દેવાની જરૂરિયાતને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ અન્ડરરાઈટ કરી છે. સ્ટેટબેંક ઓફ ઇન્ડીયા તરફથી પ્રાપ્ત આ સુવિધા સાથે અમે આપણા દેશ અને ઉત્તર પ્રદેશને વધુ એક સિમાચિન્હરુપ આંતરમાળખું પુુરું પાાડવા તરફ એક પગલું આગળ વધ્યા છીએ.

ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, કેરળ, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને ઓડિશા મળી દેશના દસ રાજ્યોમાં ફેલાયેલ અસ્ક્યાતનું મૂલ્ય રૂ૪૪,૦૦૦ કરોડે પહોંચ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝનો  રોડ પોર્ટફોલિયો ૬,૪૦૦ લેન કિલોમીટર સાથે વધીને ૧૮ પ્રોજેક્ટસ  થયો છે. આ પોર્ટફોલિયોમાં હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM ), ટોલ-ઓપરેટ-ટ્રાન્સફર (TOT) અને બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (BOT ) પ્રકારની સંપત્તિઓનું મિશ્રણ છે.

(9:58 am IST)