Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

૫૭૦ કરોડના ખર્ચે નર્મદા દૂધઈ બ્રાંચ કેનાલના ટેન્‍ડર માટે ભૂપેન્‍દ્રભાઈ તથા સી.આર.પાટીલનો આભાર માનતા સાંસદ વિનોદ ચાવડા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૬: કચ્‍છના લોકોની વર્ષો જુની માંગને ગુજરાત સરકાર દ્વારા ૫૭૦ કરોડના ખર્ચે ખુલ્લી કેનાલ માટે માતબર રકમ ફાળવી દુધઈ બ્રાંચ કેનાલનું ઝડપી કામ શરૂ થશે આહિર પટીની જીવાદોરી સમાન આ કેનાલનું ૦ થી ર૩ કિ.મી. દુધઈ સુધી કામ પૂર્ણ થયેલ છે.

૨૩ કિ.મી. થી ૬૮.૫૨ કિ.મી.ના ટેન્‍ડર બહાર પડેલ છે. જેથી કચ્‍છનો જનતા મૂખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ ગુજરાત પ્રદેશ ભાજપના અઘ્‍યક્ષ સી.આર.પાટીલ  પાસે ખુલ્લી કેનાલ મળે તે માટે સતત અધીકારીશ્રીઓ સાથે સંપર્કમાં રહેતા વિધાનસભા અધ્‍યક્ષ તથા ભુજ ધારાસભ્‍ય ડો. નિમાબેન આચાર્ય, પૂર્વ રાજયમંત્રી તથા અંજાર ધારાસભ્‍યશ્રી વાસણભાઈ આહીર, ધારાસભ્‍યશ્રી વિરેન્‍દ્રસિંહ, પ્રદ્યુમનસિંહ, શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, કચ્‍છ જિલ્લા પંચાયત અધ્‍યક્ષા પારૂલબેન કારા, કચ્‍છ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ કેશુભાઈ પટેલ, કચ્‍છ જિલ્લા કિશાન સંધના પ્રમુખશ્રી શિવજીભાઈ બરાડીયા, કિશાન સંધની ટીમ જયમલભાઈ રબારી, સામાજીક આગેવાનો તથા કચ્‍છના જન પ્રતિનિધીઓની સતત રજુઆતોની ફલક્ષુતિ દૂધઈ બ્રાંચ કેનાલ ખૂલ્લીના ટેન્‍ડર બહાર પડેલ છે. આ માટે પ્રદેશ ભાજપ મહામંત્રી તથા કચ્‍છ મોરબી સાંસદશ્રી એ ગુજરાત સરકાર તથા ભાજપા મંત્રી મંડલનો સાથ આપનાર સર્વે જન પ્રતિનિધીઓનો આભાર માન્‍યો હતો.

(10:14 am IST)