Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ધ્રુવનગર ખાતે દ્વારકાના જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સ્‍વરૂપાનંદ સરસ્‍વતીની પધરામણી : મોરબી રાજવી પરિવારના ધ્રુવકુમારસિંહજીના આંગણે અનેક ભાવિકોએ દર્શનનો લાભ લીધો

ટંકારાઃ દ્વારકા શારદાપીઠ જગદગુરુ શંકરાચાર્ય સ્‍વરૂપાનંદ સરસ્‍વતીજી પંચમહાભૂતમાં વિલીન થયા હોય અને તેમના ઉતરાધિકારી તરીકે સ્‍વામી સદાનંદ સરસ્‍વતીજી મહારાજ બિરાજમાન થયા હોય જેઓ આજે ટંકારાના ધુવનગર ખાતે પધરામણી કરી હતી. મોરબી રાજવી પરિવારના ધ્રુવકુમારસિંહજીના આંગણે શંકરાચાર્ય પધાર્યા હતા ત્‍યારે તેમને જૂની યાદો વાગોળી હતી અને સ્‍વ. સ્‍વામી સ્‍વરૂપાનંદ સરસ્‍વતીજીના ધ્રુવનગરના પ્રવાસો અંગે જણાવ્‍યું હતું કે સ્‍વામી સ્‍વરૂપાનંદ સરસ્‍વતીજી અવારનવાર અહી પધારતા રહેતા હોય છે અને ગાદી સાંભળ્‍યા બાદ તેઓ પ્રથમ વખત અહી પધાર્યા છે તેઓએ જણાવ્‍યું હતું કે સ્‍વામીજીએ ચાર પીઠ નિર્માણ કરી ધર્મની રક્ષા કાજે જીવન જીવ્‍યા હતા ધર્મના રસ્‍તે લોકોને વાળવા તેઓ કાર્યરત રહ્યા હતા મનુષ્‍ય કર્મ કરે છે પરંતુ સાથે ધર્મ જોડાય તો સુખની પ્રાપ્તિ થાય છે ધર્મ વિના ભૌતિક સુખ મળી જાય છે પરંતુ અલૌકિક સુખ પ્રાપ્તિ શંભવ નથી અને તે સુખની પ્રાપ્તિ ના થાય ત્‍યાં સુધી મનુષ્‍ય ભટકતો રહે છે. પિઠનુ કાર્ય ધર્મ અંગેના ગુચવણા ઉકેલવાનુ છે ભાવીકોમા ભાવના જગાડવાનું છે.ઉલ્લેખનીય છે કે ધ્રુવનગર ગામે વસતા ધ્રુવકુમારસિંહના પરિવારને આંગણે તેઓ પધાર્યા હતા ત્‍યારે મોટી સંખ્‍યામાં ભક્‍તો દર્શન અર્થે પહોંચ્‍યા હતા અને દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. (તસ્‍વીર-અહેવાલઃ જયેશ ભટ્ટાસણા-ટંકારા)

(11:40 am IST)