Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ધોરાજીની જામિઆ ફાતિમતુઝ્‍ઝહરા માં ની વિધાર્થિનીઓનો પદવીદાન સમારોહ

 ધોરાજી : જામિઆ ફાતિમતુઝ્‍ઝહરા માં ની વિધાર્થિનીઓનું  પદવીદાન સમારોહ આમદે મુસ્‍તફા કોન્‍ફરન્‍સ માં મુસ્‍લિમ ઓલેમાએ દિનનું બયાન થયું. ૧૫૦ જેટલી બાળાઓને પદવીની સાથે પારિતોષિક પણ આપી અને સન્‍માનિત કરાઈ હતી. સૈરાની એજ્‍યુકેશન એન્‍ડ વેલ્‍ફેર ટ્રસ્‍ટ   સંચાલિત  સમાજ સુધારક સંસ્‍થા અને સમાજની અંદરમાં રહેલ કુરિવાજોને નાબૂદ કરવાની શીખ આપતી અને સાથોસાથ દિની તાલીમ આપતી સંસ્‍થા જામિઆ ફાતિમતુઝ્‍ઝહરા માં દીની તાલીમ મેળવી અને ઉતિર્ણ થનાર બાળાઓને પદવી અર્પણ કરવામાં આવેલ હતી. આ તકે શાહજીહોલ ખાતે મુફ્‌તી નિઝામુદ્દીન સાબિક  સદર મુદરિસીન વ સદર શોબએ એ ઇફતા જામિઆ અશરફિયા મુબારક પુર(યુપી)એ બાળાઓને ખતમે બુખારી શરીફ કરાવેલ હતું અને  મહિલાઓ માટે આમદે મુસ્‍તુફા કોન્‍ફરન્‍સમાં જશ્‍ને રિદા-એ-ફઝીલત વ ર્કિઅત ના કાર્યક્રમ માં  કાર્યક્રમ ના અધ્‍યક્ષ તરીકે સલમા આપા ઉપસ્‍થિત રહ્યા હતા અને પદવી મેળવનાર બાળાઓને દુઆ  આપેલ હતી અને મહિલાઓને  સૈયદા મિસ્‍બાહ ફાતિમી અને  સૈયદા મંઝર ફાતિમીએ પ્રવચન આપેલ હતું. આ કાર્યકર્મમાં સંસ્‍થાની બાળાઓએ પોતાના સુરીલા કંઠે નાત એ રસુલ અને મનકબત સંભળાવી હતી અને અંતમાં પદવી પ્રાપ્ત કરનાર બાળાઓને સંસ્‍થા દ્વારા પારિતોષિક આપવામાં આવેલ હતા.(તસ્‍વીર-અહેવાલ કિશોર રાઠોડ ધોરાજી)

(11:43 am IST)