Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

સંસ્‍કૃત બચશે તો સાહિત્‍ય બચશે : પૂ. રમેશભાઇ ઓઝા

પોરબંદર સાંદીપની વિદ્યા નિકેતન ખાતે ૪૧મા શારદીય નવરાત્રી અનુષ્‍ઠાન અંતર્ગત ૨૬મા સાંદીપની ગૌરવ એવોર્ડ અર્પણ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૬ : પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે પૂજય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા ૪૧મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન દરમ્‍યાન ૨૬મા સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહનું ગૌરવસભર આયોજન થયું હતું. જેમાં પૂજય ભાઇશ્રી, રમેશભાઈ ઓઝા, અતિથિ વિશેષ તરીકે કેન્‍દ્રિય રાજયમંત્રીશ્રી અર્જુનજી મેઘવાલ, નવી દિલ્લી, સુપ્રસિદ્ધ લેખક અને ચિંતક શ્રી ભદ્રાયુભાઈ વછરાજાની, એવોર્ડ ચયન સમિતિના સભ્‍ય પૂર્વમંત્રી શ્રી મહેન્‍દ્રભાઈ ત્રિવેદી અને નિવૃત્ત આઈ.એસ.આઈ શ્રી ભાગ્‍યેશભાઈ જહા અને અન્‍ય મંચસ્‍થ મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં સમાજમાં પોતાના ક્ષેત્રમાં અપ્રતિમ યોગદાન કરનાર વ્‍યક્‍તિઓનું વર્ષ-૨૦૨૧ ના સાંદીપનિ ગૌરવ એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવ્‍યું હતું.ᅠ

જેમાં વર્ષ-૨૦૨૧ના એવોર્ડમાં પદ્મશ્રી શ્રીયુત બંસીલાલજી રાઠી, ચેન્નઈને રાજર્ષિ એવોર્ડથી, વેદ-વિજ્ઞાન શોધસંસ્‍થાન ટ્રસ્‍ટ, બેંગ્‍લોરના અધ્‍યક્ષશ્રી પ્રો.રામચંદ્ર ભટ્ટજીને બ્રહ્મર્ષિ એવોર્ડથી, વ્રજનિવાસી ગોમતા-પ્રકૃતિનિ સેવાᅠ કરનારા વિરક્‍ત સંત પૂજય પદ્મશ્રી રમેશબાબાજીનું દેવર્ષિ એવોર્ડથી અને ગુજરાતના બારડોલી સરદાર કન્‍યા વિદ્યાલયનમાં પ્રબંધક તરીકે કાર્યરત એવા વંદનીયા શ્રીમતી નિરંજનાબેન મુકુલભાઈ કલાર્થીનું મહર્ષિ એવોર્ડથી પૂજય ભાઇશ્રી અને આદરણીય કેન્‍દ્રિયમંત્રી શ્રી અર્જુનજી મેઘવાલ દ્વારા લલાટે કુંકુમ તિલક કરીને ભાવપૂજન કરવામાં આવ્‍યું હતું.ᅠ

૨૬મા સાંદીપનિ ગૌરવ એવોર્ડ, સમારોહના વિશેષ અને મહત્ત્વપૂર્ણ કાર્યક્રમની શરૂઆ ત પૂજય ભાઇશ્રી અને મહાનુભાવો દ્વારા મંગલ દીપ પ્રાગટ્‍ય અને ઋષિકુમારો દ્વારા વેદપાઠથી કરવામાં આવી હતી. વેદપાઠ બાદ મંચ પર બિરાજમાન મહાનુભાવોનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. એવોર્ડ ચયન સમિતિના સભ્‍ય શ્રી ભાગ્‍યેશભાઇ જહા એ ૨૬મા સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહની ભૂમિકા અને પ્રસ્‍તાવના સંસ્‍કૃત અને ગુજરાતીભાષામાં રજુ કરીને એવોર્ડીઓનો પરિચય આપ્‍યો હતો. તો સાંદીપનિના ઋષિ અને ગૌરવ એવોર્ડ સમારોહના સુત્રસંચાલક શ્રી હાર્દિકભાઈ જોશી દ્વારા સાંદીપનિ ગૌરવ એવોર્ડનો પ્રસંગ પરિચય આપવામાં આવ્‍યોᅠ હતો.

એવોર્ડ વાંચન અને

રાજર્ષિ એવોર્ડᅠ

સૌ પ્રથમ પદ્મશ્રી શ્રીયુત બંસીલાલજી રાઠીજીનું પૂજય ભાઈશ્રી અને કેન્‍દ્રીય મંત્રીશ્રી અર્જુનજી મેઘવાલ દ્વારા રાજર્ષિ એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવ્‍યું હતું. પરંતુ તેઓનું સ્‍વાસ્‍થ્‍ય સારું ના હોય ઉપસ્‍થિત ના રહી શક્‍યા હોવાથી તેમના પ્રતિનિધિ ટીકે તેઓના પુત્ર અશોકજી રાઠીએ આ ભાવપૂજન સ્‍વીકાર્યું હતું. આવેલ હતો. રાજર્ષિ એવોર્ડ સ્‍વીકારીને તેઓના પ્રતિભાવમાં સમારોહમાં આવેલા રાઠી પરિવારના કેશવ કાકાની દ્વારા પદ્મશ્રી શ્રી બંસીલાલ ત્રિપાઠીનો સંદેશ રજુ કરવામાં આવ્‍યો. જેમાં તેઓએ આ એવોર્ડ મળ્‍યા બદલ પોતાની પ્રસન્નતા વ્‍યક્‍ત કરીને પૂજય ભાઈશ્રી અને સંસ્‍થાનો અભાર વ્‍યક્‍ત કર્યો હતો. આ એવોર્ડના પ્રશસ્‍તિપત્રનું વાંચન ઋષિકુલના અધ્‍યાપક ડો ફાલ્‍ગુનભાઈ મોઢા દ્વારા કરવામાં આવ્‍યું હતું.

દેવર્ષિ એવોર્ડ

રાધાજીની જન્‍મસ્‍થલી બરસાનાની ગહ્વર વાટિકા જેઓનું આશ્રય સ્‍થાન છે, જેઓએ ભારતની સનાતન સંસ્‍કૃતિના કાર્ય એવા ગાયો, ગોપાલકો અને વ્રજભૂમિના સરંક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે અને છેલ્લા અનેક વર્ષોથી વ્રજમાં જ રહીને સેવારત છે એવા પદ્મશ્રી પૂજય શ્રી રમેશબાબાનું પૂજય ભાઈશ્રી અને કેન્‍દ્રિયમંત્રીશ્રી અર્જુનજી મેઘવાલ દ્વારા દેવર્ષિ એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવ્‍યું. પદ્મશ્રી પૂજય શ્રી રમેશબાબા વ્રજ છોડીને ક્‍યાય બહાર જતા ના હોવાથી તેમના પ્રતિનિધિ સ્‍વરૂપે તેમની સંસ્‍થાના ટ્રસ્‍ટી મુંબઈથી શ્રી હરેશભાઈ સંઘવીએ ઉપસ્‍થિત રહીને ભાવપૂજન કર્યું હતું. શ્રી હરેશભાઈ સંઘવીએ પોતાના પ્રતિભાવ આપતા પદ્મશ્રી પૂજય રમેશબાબાજીના કર્યો વિશે જણાવ્‍યું કે તેઓ છેલ્લા ૬૦ વર્ષથી ક્‍યાય બહાર જતા નથી, વ્રજ-સેવા, માનવ સેવાના કર્યો કરે છે. ૮૪ કોસ વ્રજયાત્રાના માર્ગમાં તેઓએ અનેકો વૃક્ષોનું વાવેતર કરેલું છે. અને અત્‍યારે જે સમાજમાં ગાયોને તરછોડી દેવામાં આવે છે એ સહિતની ૬૫,૦૦૦ ગાયોની ત્‍યાં સેવા કરવામાં આવે છે. કૃષ્‍ણલીલા સ્‍થલીમાં પર્વતોનું ખનન અટકાવ્‍યું છે. ત્‍યાં વિધવા બહેનો આશ્રય આપવામાં આવે છે. અનાથ બાળકોને સંસ્‍કૃત શીખવામાં આવે છે. સાધુ-સંતોની સેવા વગેરે અનેક સેવા કાર્યોનો પરિચય આપ્‍યો હતો. દેવર્ષિ એવોર્ડના પ્રશસ્‍તિપત્રનું વાંચન સાંદીપનિ સંસ્‍કૃત પાઠશાળાના પ્રધાનાચાર્ય શ્રીબીપીનભાઈ જોશી દ્વારા કરવામાં આવ્‍યું હતું.ᅠ

 બ્રહ્મર્ષિ એવોર્ડ

ષડદર્શન અને અનેક શાષાોના મર્મજ્ઞ અને વિશેષજ્ઞ, તેમજ જેઓએ ભારતીય ગુરુકુળ પરંપરાના સંશોધનનું કાર્ય કર્યું છે હાલમાં વેદ-વિજ્ઞાન સંશોધન બેંગ્‍લોરના અધ્‍યક્ષ તરીકે જેઓ કાર્યરત છે એવા સંસ્‍કૃત ભાષાના પ્રકાંડ વિદ્વાન આદરણીય આચાર્ય પ્રો.રામચંદ્રજી ભટ્ટને પૂજય ભાઈશ્રી અને કેન્‍દ્રિયમંત્રિ શ્રી અર્જુનજી મેઘવાલ દ્વારા બ્રહ્મર્ષિ એવોર્ડ આપીને ભાવપૂજન કરવામાં આવ્‍યું હતું. આદરણીય પ્રો રામચંદ્રજી ભટ્ટ એ પોતાના પ્રતિભાવ આપતા કહ્યું કે ભારત વિશ્વ ગુરુ બનવા તરફ અગ્રસર થઇ રહ્યું છે. માત્ર બ્રહ્મર્ષિનિ પરંપરા નહિ પરંતુ બ્રહ્મવાદીની પરંપરા પણ આ સમાજમાં હતી. એ પરંપરાથી પવિત્ર આ ભારતભૂમિ છે. અને વર્તમાનમાં જે ભારતની નેતૃત્‍વશક્‍તિ, કર્તુત્‍વશક્‍તિ વહન કરવાવાળા પણ વિશ્વનારંગમંચ પર ઉદાત્તધારા સમાન વ્‍યક્‍તિત્‍વ અપનાવીને વિશ્વગુરૂત્‍વની સ્‍થાપના માટે સંકલ્‍પબદ્ધ છે. વિશ્વગુરૂત્‍વ માટે તેઓએ પાંચ સુત્ર આપ્‍યા જેમકે પહેલું વર્ગસમરસતા એટલે કે ભેદભાવ ના હોવો જોઈએ, બીજું આશ્રમસામંજસ્‍ય એટલે ગૃહસ્‍થાશ્રમમાં ઉપકારની ભાવના હોવી જોઈએ,ᅠ ત્રીજું સૌમન્‍સ્‍ય, બ્રહ્મર્ષિઓ એ નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરું જોઈએ,ᅠ ચોથું અનુષ્ઠાન પારમેષ્ઠ્‌ય નિત્‍ય યોગ આદિ અનુષ્ઠાન થવું જોઈએ,ᅠ પાંચમું જ્ઞાન પારંગતા, આધુનિક વૈજ્ઞાનિકો પણ કહે છે કે આ ભારત દેશ જ્ઞાન પારમ્‍યતાનો દેશ છે. આમ પંચસુત્રીને અપનાવીને ગુરુકુળ પરંપરા દ્વારા શિક્ષણ દ્વારા ભારત અવશ્‍ય વિશ્વાગુરુત્‍વ પદ પર પ્રતિષ્ઠિત થશે. એમ કહીને તેઓએ પૂજય ભાઈશ્રીનો ધન્‍યવાદ વ્‍યક્‍ત કર્યો હતો. એવોર્ડ પ્રશસ્‍તિ પત્રનું વાંચન સાંદીપનિ સંસ્‍કૃત પાઠશાળાના અધ્‍યાપક ડો ગૌરીશંકરભાઈ જોશી દ્વારા કરવામાં આવ્‍યું.ᅠ

 મહર્ષિ એવોર્ડᅠ

ગુજરાતના બારડોલી ગામે જન્‍મેલા અને જેઓ બાળપણમાં સરદાર વલ્લભભાઈ પટેલના ખોળામાં રમીને મોટા થયા, દીક્ષિત થયા અને જેઓએ પોતાનું જીવન છેવાડાનીસ્ત્રીઓના શિક્ષણ માટે સમર્પિત કરી દીધું છે એવા સરદાર કન્‍યા વિદ્યાલય અને છાત્રાલયના વર્તમાન પ્રબંધક સુશ્રી નિરંજનાબેન કલાર્થીનું પૂજય ભાઈશ્રી અને કેન્‍દ્રીય મંત્રીશ્રી અર્જુન મેઘવાલ દ્વારા મહર્ષિ એવોર્ડ આપીનેᅠ ભાવપૂજન કરવામાં આવ્‍યું. સુશ્રી નિરંજનાબા એ પોતાના પ્રતિભાવ વ્‍યક્‍ત કરતા કહ્યું કે મને ખુબ ભાઈશ્રીનો પ્રેમપૂર્વક આગ્રહ હતો એટલે મારે અહી આવું જ રહ્યું અને આ પરિસર પણ સ્‍નેહને ભેગું કરનારું છે. આ તકે તેઓએ સંસ્‍મરણો તાજા કરી કહ્યું કે મારા માતા-પિતા ઉત્તમચંદ શાહ, માં સંતોકબેન શાહ રાષ્ટ્ર માટે જીવન સમર્પિત કર્યું હતું અને નાનપણમાં મને સરદાર વલ્લભભાઈ એ આંગણી પકડીને રમાડતા અને માથે હાથ મુકીને કહેતા ગરીબોની સેવા એ જ ઈશ્વરસેવા છે અને ત્‍યારથી મારામાં આ સ્ત્રી-શિક્ષાના બીજ રોપાયા હશે. એમ કહીને છેલ્લા ૭૦ વર્ષથી પહાડોમાં રહેતી, આદિવાસી અને છેવાડાની સ્ત્રીઓ માટે શિક્ષણ માટે જે કર્યો થયા છે તેનો પરિચય આપ્‍યો હતો. તેઓએ એવોર્ડ બદલ પૂજય ભાઈશ્રી અને ઉપસ્‍થિત તમામનો અભાર વ્‍યક્‍ત કરીને વારંવાર બારડોલી વિદ્યાલયનિ મુલાકાત માટે નિમંત્રણ આપ્‍યું હતું. મહર્ષિ એવોર્ડના પ્રશસ્‍તિ પત્રનું વાંચન સાંદીપનિ સંસ્‍કૃત પાઠશાળાના અધ્‍યાપક સહદેવભાઈ જોશી દ્વારા કરવામાં આવ્‍યુંᅠ હતું.ᅠ

 કેન્‍દ્રીય મંત્રી અર્જુન

મેઘવાલનું પ્રવચનᅠ

૨૬મા સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે આજે ભારત સરકારના સંસ્‍કૃતિક અને આદિવાસી મંત્રાલયના કેન્‍દ્રિય મંત્રીશ્રી અર્જુનજી મેઘવાલ ઉપસ્‍થિત રહ્યા હતા અને પ્રસંગોચિત વક્‍તવ્‍ય આપ્‍યું હતું. તેઓ એ પોતાની યાત્રા વિશે જણાવ્‍યું કે મારે સરકારના આદેશ અનુસાર મેક્‍સિકોમાં યુનેસ્‍કો દ્વારા આયોજિત કલ્‍ચર મીનીસ્‍ટ્રીના કાર્યક્રમમાં હાજરી આપવાની હતી, ત્‍યાંથી જ હું સીધો પૂજય ભાઈશ્રીનો આગ્રહ કારણે લાંબો પ્રવાસ કરીને અહિયાં સમયસર પહોચ્‍યો છું. તેઓએ સર્વે એવોર્ડીઓને અભિનંદન પાઠવ્‍યા હતા અને પોતાનું વક્‍તવ્‍ય આપતા તેઓએ પણ ભારત વિશ્વગુરુ બનશે એ વાતને લઈને સ્‍વામી વિવેકાનંદએ શિકાગો ધર્મસભા વખતે કરેલી ત્રણ ભવિષ્‍યવાણીની કરી હતી તેમાંથી બે સાચી પડી છે અને ત્રીજી કે ૨૧મી સદી ભારતની હશે કારણ કે તો આપણા પ્રધાનમંત્રી મોદીજી છે એમ કહીને તેઓને યાદ કાર્ય હતા. આવી સચોટ ભવિષ્‍યવાણી કોઈ ભારતના સંત જ કરી શકે એમ કહીને તેમને ભારતીય શાસ્ત્રો અને યોગ સાધનાનું મહત્‍વ ટાંક્‍યું હતું. અંતમાં તેઓએ આ વિશેષ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવાની તક મળી એ માટે ધન્‍યતા અનુભવીને અભાર વ્‍યક્‍ત કર્યો હતો. આ તકે પૂજય ભાઈશ્રીએ કેન્‍દ્રિય મંત્રીશ્રી અર્જુનજી મેઘ્‍વાલનું સાલ ઓઢાડીને સન્‍માન કર્યું હતું.ᅠ

પૂજય ભાઈશ્રીનું પ્રવચનᅠ

પૂજય ભાઇશ્રી એ આશીર્વચન પાઠવતા સૌ એવોર્ડી મહાનુભાવોનો એવોર્ડ તરીકે ભાવપૂજન સ્‍વીકારવા બદલ આભાર વ્‍યક્‍ત કર્યો હતો અને આશીર્વાદ આપ્‍યા હતા.ᅠ પૂજય ભાઈશ્રી એ કહ્યું કે એવોર્ડને અમે ભાવપૂજન કહીએ છીએ. આ ભાવપૂજનનો અર્થ એ છે કે અમે આ ચારેય એવોર્ડીઓને એ દ્રષ્ટીએ જોઈએ છીએ. તેઓએ આ તકે પૂજય મોરારીબાપુનું સ્‍મરણ કરતા કહ્યું હતું કે પૂજય બાપુ એ કહેલું કે રાજર્ષિ એટલે શ્રીસૂક્‍તમ, દેવર્ષિ એ ભક્‍તિસુત્ર અને બ્રહ્મર્ષિ એ બ્રહ્મસૂત્રની વંદના છે. પૂજય ભાઈશ્રીએ કહ્યું કે દેવર્ષિ એટલે જેઓ સમાજમાં રહીને ધર્મોપદેશક ઉપરાંત ગૌ-પ્રકૃતિ-પર્યાવરણની સેવામાં રહે છે, નારદઋષિ સમાન હમેશા સમસ્‍યાનું સમાધાન કરવામાં તત્‍પર હોય એવા વિરક્‍ત-સંન્‍યાસીનું દેવર્ષિથી ભાવપૂજન કરીએ છીએ. આ તકે તેઓએ દેવર્ષિથી ભાવપૂજન કરેલા પૂજય પદ્મશ્રી શ્રી રમેશબાબાના કાર્યોની ચર્ચા કરી હતી . જેઓ સમાજમાં માત્ર ધનને ભેગું ના કરે પણ સમાજના સેવાકર્યો માટે ખર્ચી જાણે. જેઓને સમાજ દ્વારા ધન કમાઈને આગળ આવ્‍યા હોય તો તેનું કર્તવ્‍ય છે કે તેઓએ સમાજમાં યોગદાન આપવું જોઈએ. એવા ધનને પરમાર્થના કામે લગાડનારાઓ રાજર્ષિ છે. પદ્મશ્રી શ્રી બંસીલાલજી રાઠીનિ તબિયત નાદુરસ્‍ત હોવાથી તેઓ આવી શક્‍યા નથી, ફલાઈટ ચાલુ હોત તો તેઓ આવી શક્‍યા હોત કારણ કે પોરબંદરની બધી ફલાઈટ બંધ છે. એમ કહીને સમારોહમાં ઉપસ્‍થિત કેન્‍દ્રિયમંત્રીશ્રી અર્જુન મેઘવાલને પોરબંદરનું એરપોર્ટ અને ફલાઈટ પુનઃ કાર્યરત થાય એ માટે અનુરોધ કર્યો હતો. બ્રહ્મર્ષિ એવોર્ડ જેઓનું ભાવપૂજન કર્યુંᅠ એમને જોઇને કે.કા.શાષાી, કૃષ્‍ણશંકરદાદાજીની સ્‍મૃતિ થઇ આવે. આવા મહાનુભાવોએ સંસ્‍કૃતની સેવા કરી પોતાનું જીવન યજ્ઞમય બનાવ્‍યું હોય છે. ભારતને વિશ્વગુરુ બનાવવાની જે વાત કરી એને જોડીને કહું તો પૂજય કૃષ્‍ણશંકરદાદાજી કહેતા વિશ્વમંગલ કરનારું સાહિત્‍ય ભારતવર્ષમાં છે. એ સાહિત્‍ય સંસ્‍કૃતમાં છે. એટલે સંસ્‍કૃત બચશે તો સાહિત્‍ય બચશે અને તો વિશ્વમંગલ થઇ શકશે અને એ ભૂમિકામાં ભારત હશે તો વિશ્વગુરૂ નિヘતિ રૂપે બનશે. ᅠ

 ૨૬મા સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહ માં પોરબંદરની વિવિધ સામાજિક સંસ્‍થાઓના મહાનુભાવોએ ઉપસ્‍થિત રહીને તમામ એવોર્ડીઓનું સન્‍માન કર્યું હતું. આજના ગૌરવ એવોર્ડ સમારોહમાં મંચસ્‍થ મહાનુભાવો સિવાય પ્રસિદ્ધ હાસ્‍યકલાકાર સાંઈરામભાઈ દવે, પોરબંદરનાᅠ રાજર્ષિ ડો. વિરમભાઈ ગોઢાણીયા, પોરબંદર ચેમ્‍બર ઓફ કોમર્સના સદસ્‍યો, શહેરના પ્રબુદ્ધજનો, સાંદીપનિ વિદ્યાનિકેતનના સર્વે ટ્રસ્‍ટીશ્રીઓ તથા નવરાત્રિ અનુષ્ઠાનમાં દેશ-વિદેશથી આવેલા ભાવિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:45 am IST)