Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ગોંડલના મોવિયા ધામે લ્‍હાણી વિત્તરણ

 ગોંડલ : સંત શ્રી ખીમદાસબાપુ ચૈતન્‍ય સમાધિ મંદિર વડવાળી જગ્‍યા મોવિયા ધામ દ્વારા અઢારે વર્ણની તમામ ગરબી મંડળની બાળાઓને ગંગા સ્‍વરુપ વિધવા બહેનો અને ગામના આગેવાનોના હસ્‍તે લાણી વિતરણ કરવામાં આવ્‍યું હતું. તેમજ જગ્‍યાના ગાદીપતિ પુજ્‍ય મહંત શ્રી ભરતબાપુ એવંમ અલ્‍પેશ બાપુ દ્વારા તમામ દીકરીઓનું વિશેષ માન સન્‍માન સાથે પુજન અર્ચન કરવામાં આવ્‍યું હતું. નવલા નોરતે ચેતન સમાધિના સાનિધ્‍યમાં ઉચ નીચના ભેદભાવો ભુલીને નાની બાળકીઓ મન ભરીને ગરબે રમી રાસોત્‍સવ  ઉજવવામા આવ્‍યો હતો. મોવિયા ધામ વડવાળી જગ્‍યામાં જંગદબા જોગણીઓના સાક્ષાત દર્શન થયા હોય એવા ભાવનુ નીર્માણ થયું હતું. કારણકે આ દીકરીઓ કોઇ પણ પ્રકારની પ્રેકટીસ તો કરતી નથી, ને કોઇ શીખવાડવા વાળુ પણ નહીં! કારણ કે દીવસના મુલે કે  કામે જવાનું હોય છે.માત્ર પોતાની આવડતના આધારે ઉગી નીકળવાનુ અને પોતાની કાલી ઘેલી ભાષામાં આરાધના કરવાનીમાં જંગદબા જોગણી ગબરના ગોખેથી નીચે ઉતરી રાસ લે પણ કયારેક ધરના હજાર કામ કરવાળી અને ધરને આર્થિક રીતે મદદરૂપ થનારી જોગણીઓ ગરબે ઘુમી રાસ લેતી હોય છે. એક બાજુ કરડો રુપીયાના બજેટ વાળી અર્વાચીન ગરબીઓની સામે આજે પણ પ્રાચીન શેરી ગરબી નજીવા બજેટ સાથે માત્ર સ્‍ટ્રીટ લાઈટના અંજવાળામા ધ્રુવના તારાની માફક અડીખમ ઉભી છે. આ કાર્યક્રમમાં ગોંડલ તાલુકા પંચાયત ના પ્રમુખ  ભાર્ગવભાઇ અંદીપરા, મોવિયા ગામના સરપંચ કંચનબેન રોહીતભાઇ ખુટ, રાહુલભાઇ, નથુભાઈ ખુટ, ચંદુભાઇ તથા ધીરુભાઇ ધડુક, પ્રવીણભાઈ, ભાવેશ બાપુ, જેન્‍તીબાપુ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલ : હરેશ ગણોદીયા ગોંડલ)

(11:45 am IST)